કલ્યાણપર ગામની સગીર કન્યાના અપહરણની ફરિયાદ

ભુજ, તા. 5 : તાલુકામાં સુખપર ગામ પાસે આવેલા કલ્યાણપર ગામની સગીર વયની કન્યાનું અપહરણ કરી જવાના મામલે ગામના ઉરસ ઇલિયાસ ફકીર સામે પોકસો સહિતની કલમો તળે ગુનો દાખલ કરાયો હતો. પોલીસ સાધનોએ આપેલી માહિતી મુજબ ગત સોમવારે મધ્યાહને અપહરણની આ ઘટના બની હતી. આરોપી ઉરસ સામે કન્યાની માતાએ ફરિયાદ ગઇકાલે લખાવી હતી. આરોપી કન્યાને મોટર સાઇકલ ઉપર બેસાડીને લઇ ગયો હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. માનકૂવા પોલીસ મથકના ઇન્સ્પેકટર વી.એસ.ચંપાવતે કેસની તપાસ હાથ ધરી છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer