અછતની સ્થિતિમાં ડેમોની આસપાસ ઘાસનું વાવેતર કરવા મત દર્શાવાયો

નખત્રાણા, તા. 5 : અહીં પ્રાત કચેરી ખાતે નખત્રાણા લખપત તાલુકાની સંકલન બેઠક પ્રાંત-અધિકારી જી.કે. રાઠોડના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. હાલે અછતની સ્થિતિ છે ત્યારે તે સંજોગોમાં ડેમની આસપાસ ઘાસનું વાવેતર કરવું તેવો પણ મત રજૂ થયો હતો. આ ડેમોમાં નરા, સાનધ્રો, ગજણસર જેવા ડેમોનો સમાવેશ  થાય છે. આ વાવેતર, ખેતીવાડી કમિટી આત્મા પ્રોજેકટ હેઠળ તાલુકા વિ. અધિકારી ખેતીવાડી વિસ્તરણે ઘાસના વાવેતર બાબતે ડેમોની મુલાકાત લેવી તેવું જણાવાયું હતું. અધ્યક્ષ દ્વારા વીજ થાંભલા નમવા બાબતે ગમે તે માટી ખોદી નાખે છે તે અંગે સૂચના આપવામાં આવી હતી. મામલતદારને નખત્રાણા ઉખેડા ગામના ગૌચરના દબાણ-બાબતે રજૂઆત-નખત્રાણા તાલુકા વિ. અધિકારીને કરવામાં આવી હતી. અજરિયા વાંઢના અરજદાર દ્વારા ગામતળ મંજૂર થવા બાબતે 100 ચો.વા. પ્લોટ મંજૂર થયા છે તે હજુ મળ્યા નથી. અધ્યક્ષ દ્વારા ત.સ.મ. ગામેથી રિબેટ મગાવી. ટી.ડી.ઓને સૂચના આપવી. ના.કા.ઈ. પા.પુ. નખત્રાણા,  છારી, ફુલાય ગામે ગેરકાદેસર પાણીના જોડાણ બાબતે રજૂઆત કરી પાણીના રક્ષણ માટે ગેરકાયદેસર જોડાણો દૂર કરવા જણાવાયું હતું. આઈ.સી.ડી.એસ. દ્વારા નખત્રાણા સર્કિટ હાઉસ જમીનમાં આંગણવાડીનું બાંધકામ કરવામાં આવ્યું  છે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે તલાટી નખત્રાણાને કેણે સૂચના આપી,  બાંધકામની મંજૂરી આપી તે અંગે સૂચન કર્યા તેમજ અન્ય કોઈ મુદ્દા ન હોવાથી મિટિંગ પૂર્ણ થઈ હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer