કચ્છી બિઝનેસ ગુરુનું મોરેશિયસના પ્રેસિડેન્ટના હસ્તે થયેલું સન્માન

મુંબઇ, તા. 5 : રીપબ્લિક ઓફ મોરેશિયસના વર્તમાન પ્રેસિડેન્ટ પરમશિવમ પીલ્લે વ્યાપુરીએ બિઝનેસ ગુરુ અને 39 સોલ્યુશન્સના સ્થાપક બસેશ ગાલાનું પ્રશસ્તિપત્ર?આપી બહુમાન કર્યું હતું. બસેશ ગાલાએ 150થી વધુ મોરેશિયસના યુવકોને સાહસિકતા અંગે શિક્ષિત કર્યા હતા. સતત બદલાતા અને ડિજિટલ વિશ્વમાં વૈશ્વિક ખેલાડીની જરૂરિયાત પર બસેશ ગાલાએ ભાર મૂક્યો હતો. મોરેશિયસમાં ગરીબી દૂર કરવા શું કરવું અને નવી પેઢીના સાહસિકો તૈયાર કરવા કટિબદ્ધ સ્વૈચ્છિક સંસ્થા `યુવા'એ બસેશને આમંત્રિત કર્યા હતા. બસેશે નેતાઓને બિઝનેસ મોડલ પર કામ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. વિશ્વમાં હરીફાઇનું અસરકારક સામર્થ્ય કેળવવા આધ્યાત્મિક શકિત કેળવવા હાકલ કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer