જિલ્લામાં કેરોસીનના જથ્થાબંધ અને છૂટક ભાવો મુકરર

ભુજ, તા. 5 : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કચ્છમાં ઘરગથ્થુ વપરાશના કેરોસીનના એક કિલો લિટરના કંપનીના વધેલા ભાવ નજરે જથ્થાબંધ વેચાણ ભાવ તથા એક લિટરના છૂટક વેચાણ ભાવ તા.16મી નવે-2018થી અમલમાં આવતાં તાલુકાના મુખ્ય મથકોને ધ્યાનમાં રાખી મુકરર કરાયા છે. આ અંગે જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર ઘરગથ્થુ વપરાશ માટેના કેરોસીનના જથ્થાબંધ અને છૂટક ભાવ આ પ્રમાણે છે. ગાંધીધામ તાલુકા માટે એક લિટરે રૂ.28.41, અંજાર રૂ.28.49, ભચાઉ રૂ.28.56, ભુજ રૂ.28.73, મુંદરા  રૂ.28.73, રાપર રૂ.28.82, માંડવી રૂ.28.95, નખત્રાણા રૂ.28.94, અબડાસા મુ.નલિયા રૂ.29.10, લખપત મુ.દયાપર રૂ.29.23. આ ભાવો જિલ્લા- તાલુકાના મુખ્ય મથકના હોઇ, કેરોસીનના ઓઇલ કંપનીના જથ્થાબંધ વિક્રેતાઓ કેરોસીનના છૂટક વિક્રેતાના સ્થળ સુધી કેરોસીનની ડિલિવરી આપવા જાય ત્યારે 10 કિલો મીટરના દરેક સ્ટેજે વધુમાં વધુ 50 કિલો મીટર સુધી એક લિટરે પાંચ પૈસા (વધુમાં વધુ પચ્ચીસ પૈસા સુધી) જથ્થાબંધ ભાવ ઉપરાંત વધુ સ્ટેજ ચાર્જ લઇ શકશે અને લીધેલ સ્ટેજ ચાર્જ ઉપર 5 ટકા જી.એસ.ટી. લગાડીને જથ્થાબંધ વિક્રેતાએ બિલ અંકારવાનું રહેશે. કેરોસીનના છૂટક વિક્રેતા સ્ટેજ ખર્ચની રકમ બિલ મુજબ ગણતરી કરતાં નજીકના પાંચ પૈસાના ગુણાંકમાં છૂટક વિક્રેતા કેરોસીનના વેચાણ બિલ બનાવી કેરોસીનનું વેચાણ કરી શકશે, એમ જાહેરનામામાં વધુમાં જણાવાયું છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer