શનિવારથી રાયધણપર ખાતે બે દિવસીય અખિલ કચ્છ અંધ-અપંગ રમતોત્સવ

રાયધણપર (તા. ભુજ), તા. 5 : અહીંના કચ્છ વિકાસ ટ્રસ્ટના આંગણે આગામી શનિવાર તા. 8થી બે દિવસીય 31મા અખિલ કચ્છ અંધ-અપંગ રમતોત્સવનું આયોજન કરાયું છે. આ અંતર્ગત તા. 8ના લોકગીત, લગ્નગીત, ભજન, વાર્તા, મિમિક્રી, બ્રેઇલ લેખન-વાંચન જેવી ઇન્ડોર સ્પર્ધાઓ યોજાશે. જ્યારે તા.9ના દોડ, રસ્સાખેંચ, બેલેન્સિંગની આઉટડોર સ્પર્ધાઓ યોજાશે. આ સ્પર્ધાઓ માત્ર અંધ?અને અપંગ લોકો માટે જ યોજાશે. ભાગ લેનાર દરેક વિજેતાઓને આકર્ષક ઇનામોની સાથે સાથે ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામો અપાશે.રાયધણપર જવા માટે ભુજના નવા બસ સ્ટેશન બહાર સ્કૂલની બપોરે 2 વાગ્યે બસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer