ગાંધીધામ જૈન સોશિયલ ગ્રુપના 25મા સ્થાપના દિવસની ઉમંગભેર ઉજવણી

ગાંધીધામ જૈન સોશિયલ ગ્રુપના 25મા સ્થાપના દિવસની ઉમંગભેર ઉજવણી
ગાંધીધામ, તા. 20 : જૈનોની અગ્રણી સંસ્થા જૈન સોશિયલ ગ્રુપના સ્થાપના દિનની વિવિધ કાર્યક્રમો યોજી ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થા સ્થાપનાના 24 વર્ષ પૂર્ણ કરી 25મા રજત જયંતી વર્ષમાં પ્રવેશ કરતી હોઈ પાયાના કાર્યકર્તાઓ, પૂર્વ પ્રમુખો અને વર્તમાન પ્રમુખનું સન્માન કરાયું હતું. સ્વ. ધનપતિભાઈ નાગડા, ડો. વસંત સંઘવી, કુશલરજજી પારેખ, રાજકુમાર સરાઓગી, પારસમલ નાહટા, અરવિંદ વોરા, સુરેશ શાહ, સ્વ. શેલેન્દ્રસિંગજી સિંઘવી, રાજેશ શાહ, મિતેષ ધરમશી, ભૈરવી જૈન, અનિલ જૈન, કિરન મહેતા, મીનેશ શાહ, બકુલ વોરા અને વર્તમાન પ્રમુખ ડો. ચેતન વોરાનું  સ્મૃતિચિહ્ન   આપી સન્માન કરાયું હતું. આ વેળાએ જે. એસ. જી. રાઈસિંગ સ્ટાર સ્પર્ધાનું જુદા જુદા વિભાગોમાં આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સ્પર્ધાઓ પૈકી એકલ નૃત્યમાં ધારા શાહ વિજેતા, કુ.રાશિ શાહ ઉપવિજેતા બન્યા હતા. યુગલ-સમૂહ નૃત્યમાં ખુશ્બૂ મહેતા અને ધારા શાહની જોડી પ્રથમ અને હિત અને હૈયા ગઢેચાની જોડી દ્વિતીય ક્રમે વિજેતા બની  હતી. અન્ય સ્પર્ધામાં અર્ચના જૈન વિજેતા, ભૈરવી જૈન ઉપવિજેતા, સમૂહ સ્પર્ધામાં દીપ્તિ જૈન, તેજેન્દ્ર જૈન વિજેતા રહ્યા હતા. સંગીત વાદ્ય સ્પર્ધામાં કુ. ભૂમિ પુજ વિજેતા, જિનેશ જયેશ શાહ ઉપવિજેતા રહ્યા હતા. સમૂહ નૃત્ય તિરંગા હમારી પહેચાનને આશ્વાસન ઈનામ આપવામાં આવ્યું હતું. નિર્ણાયક તરીકે ધ્વનિ મિત્રી, વૃદ્ધિ શાહ અને પ્રવીણ ગોયલે સેવા આપી હતી. વિજેતા કલાકારો આંતરરાષ્ટ્રીય સ્તરે હૈદરાબાદ ખાતે આયોજિત જે. એસ. જી. ટેલેન્ટ શોમાં ગાંધીધામનું પ્રતિનિધિત્વ કરશે. આરંભમાં ધર્મેશ દોશી દ્વારા નવકાર મંત્ર અને રાજુ જૈન દ્વારા ભગવાન મહાવીરનો જયઘોષ કરાયો હતે, સંચાલન જનેશ શાહે કર્યુ હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer