કર્મચારીઓ પાસેથી સ્ટેમ્પ પેપર પર સહી ને સિટી બસના લેણાં માટે ?

ભુજ, તા. 20 : શહેર સુધરાઈના કર્મીઓ પાસેથી રિકવરી માટે સ્ટેમ્પ પેપર પર સહી લેવાઈ પણ સિટી બસના કોન્ટ્રેક્ટરના સાત લાખ બાકી છે તેની વસૂલી માટે કોઈ નક્કર પગલાં ન ભરાતાં કચેરીમાં નારાજગી ફેલાઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુધરાઈમાં ભૂલને પગલે વધારે પગાર મેળવતા કાયમી કર્મચારીઓ  પાસે રિકવરી કરવા સો રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સહી લેવાતાં નારાજગી ફેલાઈ હતી. કર્મચારીઓ તો કયાંય ભાગી નથી જવાના તેમ છતાં આ પ્રક્રિયા શા માટે તેવો સવાલ ઉઠાવી સિટી બસનો કોન્ટ્રેકટ 22-11ના પૂર્ણ થાય છે, જેના પર સાતેક લાખ બાકી છે ત્યારે સુધરાઈ તે માટે કેમ સ્ટેમ્પ પેપર પર સહી નથી કરાવતી તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો. વળી, બે બસ પણ સુધરાઈએ લોકસુવિધા માટે ચલાવવા આપી હતી તે પણ પરત લેવાની થાય છે. આ બસોની હાલત પણ તપાસવા પગલાં ભરવાં જોઈએ તેવું જાગૃતોએ જણાવી અબ પસ્તાવે કયા હો  જબ ચીડિયા ચૂગ ગઈ ખેત' જેવો તાલ ન સર્જાય તે જોવા અધિકારી-પદાધિકારીને અપીલ પણ કરી છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer