જિલ્લા પેન્શનર્સ એસોસીએશન દ્વારા ભુજમાં સ્નેહમિલન મળ્યું

ભુજ, તા. 20 : શરૂ થતાં નૂતન વર્ષનું સ્નેહમિલન કચ્છ જિલ્લા પેન્શનર્સ એસોસીએશન દ્વારા સંસ્થાની કચેરીના પ્રાંગણમાં સંસ્થાના પ્રમુખ પ્રતાપભાઇ આશરના પ્રમુખપણા હેઠળ યોજાયું હતું. સ્નેહમિલનમાં મોટી સંખ્યામાં પેન્શર્ન ભાઇ-બહેનોએ હાજર રહી નવા વરસની શુભેચ્છા પાઠવી હતી. સંસ્થાના મંત્રી હરીશભાઇ સોનીએ સર્વે પેન્શનર્સ બુઝુર્ગોને આવકાર આપી નવા વર્ષના સાલ મુબારક કરી શુભેચ્છા આપી કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. સંસ્થાના પ્રમુખ આશરભાઇએ આભાર માન્યો હતો. સ્નેહમિલનમાં ઉપપ્રમુખ પ્રકાશભાઇ પાઠક, ખજાનચી કલ્યાણગિરિ સાગરપોત્રા, દેવેન્દ્ર ભટ્ટી, અમૃતલાલ ઠક્કરે વ્યવસ્થા સંભાળી હતી. નાનાલાલ ચૌહાણ, શાંતિલાલ ઠક્કર, લાલજીભાઇ ચૌહાણ, નારાણજી રાઠોડ તથા ભાનુભાઇ જોશીએ સહયોગ આપ્યો હતો.  નારાણજી રાઠોડ તથા મહેતાભાઇએ જન્મદિન પ્રસંગે  પેન્શનર્સ એસોસીએશનને દાન આપ્યું હતું. મહેમાન તરીકે નિવૃત્ત જજ વી. સી. માંડલિયાએ હાજરી આપી હતી. મહિલા મંડળે હાજરી આપી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer