જ્ઞાતિના દિવાળી સ્નેહમિલન સેવાકાર્યોનાં માધ્યમ

જ્ઞાતિના દિવાળી સ્નેહમિલન સેવાકાર્યોનાં માધ્યમ
કેરા (તા. ભુજ), તા. 7 : ચોવીસીની સ્નેહમિલન પરંપરા મુજબ બળદિયા અને કુંદનપર ગામનાં આયોજનમાં સામાજિક પ્રશ્નો ચર્ચાયા હતા. આવા મિલન સાર્વજનિક સેવાકાર્યોનાં માધ્યમ બનતા હોવાનો સૂર પણ દાતાઓએ વ્યકત કર્યો હતો. સમાજ ઉત્થાનથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે બળદિયા લેવા પટેલ સમાજ આયોજિત રમત-ગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ દિવાળીના સવારે 9 વાગ્યાથી રંગ જમાવ્યો હતો.  લેવા પટેલ જ્ઞાતિજનોએ વિવિધ આનંદદાયક રમતોમાં કૌવત દાખવ્યું હતું, જ્યારે યુવક-યુવતી, બાળકોએ સંસ્કૃતિને છાજે તેવો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. પ્રારંભે ભુજ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઇ માવજી ગોરસિયા, મંત્રી કેશરાભઇ પિંડોરિયા, ઇશ્વર પિંડોરિયા, યુવક સંઘ પ્રમુખ મનજી પિંડોરિયા, ઉપપ્રમુખ લાલજી વેકરિયા, સમાજના સંગઠન મંત્રી રમેશ હાલાઇ, સહજાનંદ સ્પોર્ટસ  ક્લબના પ્રમુખ લક્ષ્મણભાઇ રાઘવાણી, બળદિયા સમાજ પ્રમુખ વાલજીભાઇ, દાતા લક્ષ્મણ ભીમજી રાઘવાણી, પ્રેમજી કેશરા રાઘવાણી, નીચલો વાસ મંદિર પ્રમુખ શિવજીભાઇ છછવારા સહિતનાની વિશેષ ઉપસ્થિતિમાં બાળકોને પ્રોત્સાહિત કરાયા હતા. અમરબાઇ માવજી ગોરસિયા તરફથી ઇનામો અપાયાં હતાં. કુંદનપર ખાતે ટ્રસ્ટના પૂર્વાધ્યક્ષ અરજણભાઇ ગાંગજી પિંડોરિયાએ શિક્ષણ, આરોગ્ય લગ્ન વિષયક સમસ્યાઓ વિશે વિગતવાર ચિંતન કરાવ્યું હતું. મંત્રી કેશરાભાઇ પિંડોરિયાએ કન્યા વિદ્યામંદિર મહોત્સવનું આમંત્રણ આપતાં ગામોગામના સંગઠન પર ભાર મૂક્યો હતો. માનકૂવા ખાતે ચોવીસીના મિલનમાં તા. 11/11ના સવારે 8 કલાકે સમગ્ર ચોવીસીને સઘરું નોતરું અપાયું હતું. સમાજ મંત્રી  રામજી સેંઘાણી, દાતા રવજીભાઇ કરશન હાલાઇ ધ.પ. ધનુબેન, પ્રેમજીભાઇ કેશરા કેરાઇ (કેરા-નાઇરોબી), દેવશી અરજણ (ડનહીલ), મેઘજીભાઇ ખેતાણી, નવીનભાઇ પાંચાણી, રવજી કેરાઇ, ઉપસરપંચ દિનેશભાઇ હાલાઇ સહિત કેરા-કુંદનપર સ્વામિનારાયણ મંદિરો-સમાજોના વર્તમાન-પૂર્વ પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. ગામના યુવક-યુવતી, બાળકોએ રંગારંગ કાર્યક્રમ સંગીત સહ પીરસ્યો હતો. શબ્દ સંકલન વસંત પટેલે, આભાર રવજી કેરાઇએ  માન્યો હતો. કુંદનપર યુવક સંઘની નવી ટીમ મહેશ માવજી  વેકરિયાના નેતૃત્વમાં મા કાર્ડ, આયુષ્માન યોજના, અ'વાદમાં જટિલ રોગોની  સસ્તી સારવાર સહિતના કાર્યો હાથ?ધરવા સંકલ્પ લીધો હતો. રાજકોટ અભ્યાસ કરતા ધ્રુવ પટેલે સરદાર પટેલ વિશે વિચારો રજૂ કર્યા હતા. તા. 10/11ના માંડવી સમાજનું મિલન સાંજે 6 કલાકે યોજાયું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer