ગૌમૂત્ર આધારિત દવાઓના વિતરણ કેન્દ્રનો પ્રારંભ

ગૌમૂત્ર આધારિત દવાઓના વિતરણ કેન્દ્રનો પ્રારંભ
અંજાર, તા. 7 : કામધેનુ ગૌ સારવાર કેન્દ્ર, સંવેદના ગૌસેવા ગ્રુપ તેમજ ભારત વિકાસ પરિષદ-અંજારના સંયુક્ત ઉપક્રમે રાસ ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં કાર્યકરો, ટ્રસ્ટીઓ તથા દાતાઓ હાજર રહ્યા હતા. તેમજ તે દિવસે સચ્ચિદાનંદ મંદિર-અંજારમાં ગૌશાળામાં ગૌમૂત્ર આધારિત બનતી દવાઓના વિતરણ કેન્દ્રનું ઉદ્ઘાટન સંવેદના ગૌસેવા ગ્રુપના પ્રમુખ મહંત ત્રિકમદાસજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉપરાંત ગાયના પેટમાં કચરો ખાતી વખતે ઘણી વખત લોખંડ પેટમાં ચાલ્યું જતું હોય છે. જેના લીધે ગાય મરી ગયાના દાખલા બનેલા છે. ગાયના પેટમાં લોખંડ છે કે નહીં તે ચેક કરવાનું મશીન રૂા. 75,000ના ખર્ચે નાગલપરના હિંમતલાલ રાઠોડ દ્વારા સંવેદના ગૌસેવા ગ્રુપને અર્પણ કરવામાં આવ્યું હતું. આ મશીન દ્વારા કામધેનુ ગૌશાળા, ગળપાદર ગૌશાળા, અંજાર પાંજરાપોળ, ચાંદ્રાણી ગૌશાળા એમ અંજાર તાલુકાની કોઈ પણ ગૌશાળાના ગાયના પેટમાં લોખંડ છે કે નહીં તે ચેક કરવા માટે આપવામાં આવશે. કાર્યક્રમમાં સાઉન્ડના દાતા મહેશભાઈ સોરઠિયા, મંડપના દાતા હિરેનભાઈ ખાંડેકા તેમજ દૂધ-પૌંઆના દાતા અલ્પેશભાઈ વાળાએ સહયોગ આપ્યો હતો. મહંત ત્રિકમદાસજીએ પોતાના વકતવ્યમાં લોકોને વધુ ને વધુ દાન ગૌસેવા માટે આપવા અપીલ કરી હતી તેમજ તા. 9 નવેમ્બરથી 15 નવેમ્બર દરમ્યાન નારાયણસરોવરમાં યોજાનારી વિશાળ ગૌકથાની માહિતી આપી હતી. ભારત વિકાસ પરિષદના સભ્યો ડો. અમિત પટેલ, ડો. નીરવ મોદી, ડો. પરેશ દેત્રોજો, દિલીપસિંહ ચૌહાણ, મનોજ અબોટી, પ્રમુખ શ્રી જાડેજા હાજર રહ્યા હતા.  ગ્રુપના કાર્યકર અશોક સોની દ્વારા ગૌમૂત્રથી થતા ફાયદાનું માર્ગદર્શન અપાયું હતું. દરરોજ સેવા આપતા ગ્રુપના કાર્યકરો ભાવેશ નાથાણી, દિલીપ ચંદે, વિનોદ ચંદે, જતિન રાઠોડ, કેવલ રાઠોડ, શ્રી શર્મા, હસમુખ  સોની, કિશન સોની, પ્રશાંત કોઠારી, નવીન પ્રજાપતિ, કિશન રાઠોડ, હિંમત પટેલ, નીતિન પ્રજાપતિનું સન્માન કરવામાં આવ્યું હતું. સંચાલન ડી.સી. ઠક્કરે કર્યું હતું. અમિત શાહ, જિજ્ઞેશ દોશી, પીયૂષ પૂજારા, જયેશ કોડરાણીએ સહયોગ આપ્યો હતો. આભારવિધિ કામેધનુ ગૌશાળના ટ્રસ્ટી દિનેશભાઈ ગોયલે કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer