નાનીબા સંસ્કૃત પાઠશાળામાં ગાંધીજીની પ્રતિમા સ્થાપવા માંગ

નાનીબા સંસ્કૃત પાઠશાળામાં ગાંધીજીની પ્રતિમા સ્થાપવા માંગ
ભુજ, તા. 7 : કચ્છ ઈતિહાસ પરિષદના કાર્યાલયે સભ્યોની બેઠક યોજાઈ હતી. પ્રારંભમાં  દીપ પ્રાગટયથી સભાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સંસ્થાના સ્થાપક અને પૂર્વ પ્રમુખ સ્વ. પ્રાણગિરિ ગોસ્વામીની 11મી પુણ્યતિથિ હોતાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પ્રમુખસ્થાનેથી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.  પ્રમુખસ્થાનેથી સાવજસિંહજી જાડેજા, ઉપપ્રમુખ  શંભુભાઈ જોશી, જે. પી. ગોસ્વામી, પત્રકાર એ. કે. શેખ, અરુણભાઈ ઠક્કર, રેવુભા જાડેજા, દિલીપ આચાર્ય, દલપતભાઈ અશોકભાઈ માંડલિયા, જગદીશ ગોર, શાંતિલાલ  વરૂ વગેરે આગેવાનોએ પ્રારસંગિક આપી, પૂર્વ પ્રમુખને ભાવાંજલિ અર્પણ કરી હતી. કનૈયાલાલ અબોટી અને મંત્રી જયંતીભાઈ ગોસ્વામીની સર્વાનુમતે કચ્છ ઈતિહાસ પરિષદના મંત્રી-સહમંત્રી  તરીકે વરણી કરવામાં આવી હતી. સલાહકાર સમિતિની રચના  પ્રમુખ રત્નાકરભાઈ ધોળકિયા, ઉમિયાશંકર અજાણી, શંકરભાઈ સચદે, કાનજીભાઈ મહેશ્વરી, ભાણજીભા જાડેજા, હેમલતાબેન મોતા, શાંતિલાલ વરૂ, વી. આર. મહેતા અને અશોક માંડલિયાનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું. પ્રમુખશ્રી જાડેજાએ મહાત્મા ગાંધીજી 1925ના વર્ષે ભુજના નાનીબા સંસ્કૃત પાઠશાળા પાટવાડી નાકા પાસેના મકાનમાં ઊતર્યા હતા. ત્યાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાની સ્થાપના થાય તે માટે રજૂઆત કરવા અનુરોધ કર્યો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer