સામખિયાળી ખાતે સિલાઇ તાલીમ પૂર્ણ થતાં પ્રમાણપત્રનું વિતરણ કરાયું

સામખિયાળી ખાતે સિલાઇ તાલીમ પૂર્ણ થતાં પ્રમાણપત્રનું વિતરણ કરાયું
સામખિયાળી (તા. ભચાઉ), તા. 7 : અહીંના જાગૃતિ મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા મહિલા જાગૃતિ શિબિર યોજાઇ હતી જેમાં સિલાઇકામની તાલીમ રાખવામાં આવી હતી જેને ત્રણ માસ પૂરા થતાં તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ માટે તમામ સહયોગ પૂર્વ ધારાસભ્ય બાબુલાલ મેઘજી શાહ દ્વારા અપાયો હતો તેવું સંસ્થાના ખજાનચી મહેશભાઇએ જણાવ્યું હતું. જાગૃતિ મહિલા વિકાસ ટ્રસ્ટના પ્રમુખે જણાવ્યું હતું કે, ત્રણ?માસ દરમ્યાન તાલીમાર્થીએ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરી છે. આ કૌશલ્ય દ્વારા તેઓ પોતાના પગભર થશે અને રોજગારી મેળવી શકશે. ભવિષ્યમાં ટ્રસ્ટ દ્વારા ભરતગૂંથણના પ્રોજેક્ટ અંગે વિચારણા પણ ચાલી રહી છે. કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય બાબુલાલ, જિલ્લા સદસ્ય નાગલબેન, જાગૃતિ મહિલા વિકાસ ટ્રસ્ટ પ્રમુખ રૂડીબેન ગામી, ઉપપ્રમુખ દિનેશભાઇ અને ટ્રસ્ટીઓના હસ્તે તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર અપાયા હતા તેમજ શિબિરમાં કમીબેન ટ્રેનર, રૂકશાનાબેન અને અન્ય બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન મહેશભાઇ દ્વારા આપવામાં આવ્યું હતું તેમજ આભારવિધિ ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer