રાપરની કોલેજમાં તૃતીય વર્ષ બીએના છાત્રોને ફિનિશિંગ સ્કૂલની વિશિષ્ટ તાલીમ

રાપરની કોલેજમાં તૃતીય વર્ષ બીએના છાત્રોને ફિનિશિંગ સ્કૂલની વિશિષ્ટ તાલીમ
રાપર, તા. 7 : અહીંની સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કેસીજી (નોલેજ કન્સોર્ટિઅમ ઓફ ગુજરાત) અમદાવાદ દ્વારા પ્રાયોજિત ફિનિશિંગ સ્કૂલ' પ્રોગ્રામ હેઠળ તાલીમ અપાઈ હતી. 12થી 26 સપ્ટેમ્બર સુધી ચાલેલી આ તાલીમમાં કોલેજના તૃતીય વર્ષ બી.એ.ના 25 વિદ્યાર્થીઓને કેસીજીના ટ્રેઈનર સિરાજ બ્લોચ દ્વારા 50 કલાકની તાલીમ અપાઈ હતી. આજના ઝડપી અને અત્યંત સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓ ભવિષ્યમાં કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ રહે અને તેમનામાં લાઈફ સ્કિલ અને એમ્પ્લોયબિલિટી સ્કિલ જેવા ગુણો વિકસિત થાય એવા હેતુ સાથે ગુજરાત સરકાર દ્વારા `ફિનિશિંગ  સ્કૂલ' નામે પ્રોજેકટ શરૂ કરાયો છે.  તાલીમ અને ઈન્ટરેકશન મળીને રોજના સાત કલાકની સઘન તાલીમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પહેલાં તારીખ 12 સપ્ટેમ્બરના તાલીમના કો-ઓર્ડિનેટર અને કાર્યકારી આચાર્ય ડો. દેવેન્દ્ર ગોસ્વામી અને સ્ટાફની હાજરીમાં વિદ્યાર્થીઓ અને ટ્રેઈનર શ્રી બ્લોચ દ્વારા દીપ પ્રાગટય કરીને તાલીમનો આરંભ કરાયો હતો. આચાર્ય ડો. રમજાન   હસણિયાએ વિદ્યાર્થીઓને તાલીમમાં ભાગ લેવા બદલ અભિનંદન આપ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer