બીજી ટી-20 મેચની હાર હજમ કરવી કઠિન : બ્રેથવેટ

લખનૌ, તા. 7 : વેસ્ટ ઇન્ડિઝના સુકાની કાર્લોસ બ્રેથવેટે ભારત સામેના બીજા ટી-20 મેચની હાર બાદ સ્વીકાર્યું હતું કે આ હાર હજમ કરવી અમારા માટે આસાન નહીં રહે. આમ છતાં અમે શ્રેણીના આખરી મેચમાં સકારાત્મક સોચ સાથે મેદાને પડશું. તેણે કહ્યું કે અમે ગયા મેચ કરતા આ વખતે સારી ફિલ્ડીંગ કરી, પણ બોલિંગ-બેટિંગ ડિપાર્ટમેન્ટમાં નિષ્ફળ રહ્યા. આટલા મોટા લક્ષ્યને પાર કરતી વખતે હંમેશા દબાણ રહે છે. ભારતીય ટીમ સારી શરૂઆત કરી. આથી અમે તેમને 170 આસપાસ અટકાવવા માંગતા હતા, પણ રોહિતે જોરદાર સ્કોર કરીને 190 ઉપર સ્કોર પહોંચાડી દીધો. કેરેબિયન સુકાની બ્રેથવેટે એમ પણ કહ્યું કે ટી-20માં અમારે એક સારા ઓપનિંગ બેટસમેનની તલાશ છે. અમને સતત બીજા મેચમાં સારી શરૂઆત મળી નથી. બેટધરોને પસંદ કરવા અમારા માટે પડકાર છે. હું ખુદ બેટિંગમાં સારું પ્રદર્શન કરી રહ્યો નથી. આશા છે કે ત્રીજા મેચમાં પ્રદર્શનમાં સુધારો થશે અને જીત સાથે ભારતના પ્રવાસનો અંત કરશું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer