ચીન ઓપનમાં શ્રીકાંત પ્રી-ક્વાર્ટરમાં

ફુઝોવ (ચીન), તા. 7 : ભારતીય પુરુષ બેડમિન્ટન ખેલાડી કિદાંબી શ્રીકાંતે પણ ચીન ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં વિજયી પ્રારંભ કર્યો છે.  શ્રીકાંતે પહેલા રાઉન્ડમાં ફ્રાંસના ખેલાડી લુકાસ કોર્વી સામે 21-12 અને 21-16થી જીત મેળવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. બીજા રાઉન્ડમાં શ્રીકાંતની ટક્કર ઇન્ડોનેશિયાના ટોમી સુગિયાર્તો સામે થશે. ચીન ઓપનમાં આ પહેલાં પી.વી. સિંધુ પણ પ્રી-ક્વાર્ટરમાં પહોંચી ચૂકી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer