વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણીની પરંપરા તૂટી

ન્યૂયોર્ક, તા. 7 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં ઔપચારિકરૂપે દિવાળી ઊજવવાની 15 વર્ષ જૂની પરંપરા તોડી નાખી હતી. જોકે, મધ્યસત્ર ચૂંટણી વચ્ચે આવતી હોવાથી આવું થયું હતું. વ્હાઇટ હાઉસમાં પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે 2003માં દિવાળી ઊજવવાની શરૂઆત કરી હતી. આ પરંપરા બરાક ઓબામાએ જારી રાખી હતી. ટ્રમ્પે પણ આ પરંપરા પાળતાં ગત વર્ષે ઉજવણી કરી હતી. વિદેશમંત્રી માઇક પોમ્યિયોએ બુધવારે દિવાળીની શુભકામના આપતાં ભારતીય મૂળના અમેરિકીઓના યોગદાનની પ્રશંસા કરી હતી. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer