ગાંધીધામમાંથી 18 હજારનો દારૂ ઝડપતું આર.આર. સેલ

ગાંધીધામ, તા. 7 : શહેરનાં ખોડિયારનગર વિસ્તારમાં આર. આર. સેલની ટીમે છાપો મારી રૂા. 18,850નો શરાબ જપ્ત કર્યો હતો પરંતુ સૂત્રધાર પોલીસના હાથમાં આવ્યો ન હતો. આર.આર. સેલની ટીમ ગઇકાલે રાત્રે ગાંધીધામમાં હતી. દરમ્યાન ખેડિયારનગર બાજુ જતા તૈયબ ઓસમાણ રાયમા નામનો ઇસમ દારૂ વેચતો હોવાની બાતમી મળી હતી. પોલીસ આ ઇસમને ઘરે જતાં આ ઇસમ નાસી ગયો હતો. દરમ્યાન તેના મકાનમાંથી 750 એમ.એલ.ની 53 બોટલ કિંમત રૂા. 18,850નો શરાબ હસ્તગત કરાયો હતો. ગાંધીધામના ખોડિયારનગર, સુંદરપુરી, 400 કવાર્ટર, ગળપાદર, મીઠી રોહર, ભારતનગર વગરે જગ્યાએ દેશી, અંગ્રેજી શરાબ મળી રહેતો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આવામાં સેલના દરોડાના પગલે સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ હતી. તો વાગડ પંથકમાં એલ.સી. બી. અને સ્થાનિક પોલીસ લાખોનો શરાબ પકડી રહી છે ત્યારે સેલને માત્ર 53 બોટલ જ મળતાં પણ આશ્ચર્ય ફેલાયું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer