આગામી 9મી ડિસેમ્બરે ભુજ કોમ બેન્કનો 45મો સ્થાપના દિન ઊજવાશે

ભુજ, તા. 7 : કચ્છ જિલ્લાની વ્યાપારીઓની બહુ સભાસદગણ ધરાવતી ધી ભુજ કોમર્શિયલ કો-ઓપ. બેન્ક લિ.ના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની ગત તા. 31ના મળેલી મિટિંગમાં ઠરાવ્યાનુસાર બેન્કના તા. 07મી ડિસેમ્બરના 45મા સ્થાપના દિનની ઉજવણી તા. 9/12ના રવિવારે સાંજે 4 કલાકે ટાઉનહોલ ખાતે યોજાશે. જેમાં બેન્ક દ્વારા નક્કી કરવામાં આવેલા ધારાધોરણો/નિયમોને આધીન રહી બેન્કના સભાસદો, ગ્રાહક મિત્રો, ખાતેદારો, થાપણદારો, લોનધારકો  તથા શુભેચ્છકોને સન્માનિત કરવામાં આવશે. ઉપરાંત આ કાર્યક્રમમાં શૈક્ષણિક, રમત-ગમત, રકતદાન કે અન્ય કોઇ આરોગ્ય સેવા સંબંધિત પ્રવૃત્તિ કલા-સાહિત્ય વગેરે જેવા ક્ષેત્રોમાં જિલ્લા અથવા રાજ્ય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરેલા હોય અથવા સન્માનિત થયેલા હોય માત્ર એવા જ બેન્કના સભાસદો કે તેઓના સંતાનોનું સન્માન કરવામાં આવશે જેથી પાત્રતા ધરાવનારે જરૂરી વિગતો સાથે અરજી અને સંલગ્ન સ્વપ્રમાણિત આધારોની નકલ તા. 26/11 સુધી બેન્કની હેડ ઓફિસમાં જનરલ મેનેજરને આપી જવાના રહેશે. ખાસ નોંધનીય છે કે, ઉપર જણાવેલી બાબત સંબંધિત કાર્યવાહી કે કામગીરીની સમગ્ર પ્રક્રિયામાં તમામ સ્તરે આખરી નિર્ણય લેવાની સત્તા બેન્કના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને રહેશે. વિશેષમાં સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer