લાકડિયા પાંજરાપોળમાં ઢોરોની સંખ્યામાં ક્રમશ: વધારો : ઘાસ, સબસિડી જરૂરી

ભચાઉ, તા. 7 : તાલુકાના લાકડિયા ગામની પાંજરાપોળમાં દૈનિક 50થી 60 જેટલા પશુઓ આવી રહ્યા છે. જે અન્વયે સરકારી સબસિડી અને ઘાસની સેવાઓ અહીં મળતી શરૂ થાય એવી    માંગ લાકડિયા વેપારી મંડળના પ્રમુખ ચમનસંગ સોઢાએ કરી હતી. પાંજરાપોળમાં આડેસરથી હળવદ સુધીના ઢોર રોજે રોજ આવે છે, સરકાર તરફથી સબસિડી ઘાસની જાહેરાત   થઇ છે પણ કોઇ ભલીવાર થઇ  નથી તેવું જણાવી શ્રી સોઢાએ   કહ્યું કે લાકડિયા ઘાસ ડેપોમાં સમાવેશ કરાયેલા શિવલખા, ચાંદ્રોડી, રામણસર, વસટવા-ખોડાસર, લાકડિયા ગામમાં પુપાલકો ઘાસ લેવા આવે છે. પણ માત્ર બે ગાડી આવી આમાં એક-એક પણ ગાંસડી મળી ન હતી.  એક વરસાદે વાવણી કરી પાક નિષ્ફળ ગયો. કાંઇ વળતર નથી મળતું. નર્મદાના પાણી અડધા દિવસ બંધ હોય છે. તળાવ ખાલી પડયા છે. સહાય વીમાની જરૂર છે તેવું તેમણે ઉમેર્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer