દેના ગ્રામીણ સ્વરોજગાર તાલીમ યોજાઇ :આંતરિક શક્તિઓને બહાર લાવવા હાકલ

ભુજ, તા. 7 : દેના ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાના ડાયરેક્ટર અજિતકુમાર અને ફેકલ્ટી હર્ષદભાઇ દ્વારા બાળકોને પ્રસંગોચિત ઉદાહરણો આપીને તાલીમનું મહત્ત્વ સમજાવાયું હતું.  હરપાલસિંહ જાડેજા, કચ્છ યુનિવર્સિટી, સ્પોર્ટસ ખિલાડી નંદિનીબેન પટેલ, સ્નેહાબેન વિગેરે દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરાયું હતું. મંચસ્થ મહેમાનોના હસ્તે બાળકોને કિટનું વિતરણ કરાયું હતું.  કાર્યક્રમના અધ્યક્ષપદેથી પ્રા. ચિરાગ પટેલે બાળકોને વક્તવ્ય આપીને વિવિધ ઉદાહરણો આપીને બાળકોની આંતરિક શક્તિઓને જાગૃત કરવા પ્રયાસ કરીને બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો.  કાર્યક્રમનું સંચાલન નરેન્દ્રપુરી ગુંસાઇ દ્વારા કરવામાં આવ્યું હતું. ફેકલ્ટી તરીકે કાર્યક્રમની સામગ્રી હિમાંશુભાઇ ત્રિવેદી, એસ.ઓ.એસ. ચિલ્ડ્રન વિલેજના કો-ઓર્ડિનેટર દ્વારા તૈયાર કરવામાં આવી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer