નજીકનાં ભવિષ્યમાં જ્ઞાતિની લગ્નવાડી બને તેવા પ્રયાસો થશે

નજીકનાં ભવિષ્યમાં જ્ઞાતિની  લગ્નવાડી બને તેવા પ્રયાસો થશે
માધાપર (તા. ભુજ), તા. 15 : બ્રહ્મક્ષત્રિય મિત્ર મંડળ -માધાપર દ્વારા ટપકેશ્વરી માતાજીના પ્રાંગણમાં ગોઠ તથા હરીફાઇ-સમૂહરાસનું આયોજન કરાયું હતું. મંડળ તથા ભુજ જ્ઞાતિ પંચાયત, યુવક મંડળ, મહિલા મંડળ તેમજ દાતાના સહયોગથી યોજાયેલા કાર્યક્રમના મુખ્ય દાતા કાંતિલાલ એલ. સોનેજી (મૂળ તરા મંજલ હાલે ભુજ) રહ્યા હતા. સવારે ં દીપ પ્રાગટય બાદ વિવિધ હરીફાઇમાં નાના બાળકથી માંડીને વડીલોની રમતોમાં ભાગ લેનારને દાતાઓ દ્વારા તેમને ઇનામોથી પ્રોત્સાહન પૂરું પડાયું હતું. મંચસ્થ અગ્રણી યુવક મંડળના પ્રમુખ ભવાનજીભાઇ મચ્છરે જણાવ્યું કે કચ્છમાં ભૂકંપ બાદ આ કાર્ય બંધ હતું જે ફરી શરૂ થતાં ખુશી વ્યકત કરી હતી. ભુજના મોવડીઓ ઉપરાંત માંડવી મિત્ર મંડળ ટ્રસ્ટી જયેશભાઇ ભેડા, ગાંધીધામ પંચના યોગેશભાઇ મચ્છર, અખિલ ગુજરાત સંગઠનના મંત્રી રવિ કપૂર વિ. મંચસ્થ રહ્યા હતા. મહિલા મંડળના પ્રમુખ દયાગૌરીબેન મચ્છરે હરીફોને પ્રોત્સાહન પૂરું પાડવા બદલ દાતાઓનો આભાર માન્યો હતો. જ્ઞાતિમાં ખાસ કામગીરી કરતા જ્ઞાતિના વડીલોનું પાઘડી અને સન્માનપત્રથી સન્માન કરાયું હતું. વડીલ વૃજલાલભાઇ મચ્છર, પ્રાણલાલભાઇ લિયા, મહેન્દ્રભાઇ સોનેજી ઉપરાંત જ્ઞાતિના દરેક કામમાં અગ્રેસર રહેનાર કિશોરભાઇ લિયા, જયંતભાઇ મચ્છર, નીતિનભાઇ છાટબારનું પણ સન્માન કરાયું હતું. મિત્ર મંડળના પ્રમુખ તુષારભાઇ મચ્છરે જણાવ્યું કે, નજીકના ભવિષ્યમાં જ્ઞાતિની ;લગ્નવાડી ઊભી થાય તેવા પ્રયત્નો કરાશે. જ્ઞાતિ પંચાયતના પ્રમુખ અનિલભાઇ ભેડાએ; જ્ઞાતિમાં મેડિકલ ફંડની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. ધ્રુવ વિજય મચ્છર અને તેમની ઓરકેસ્ટ્રા પાર્ટી દ્વારા મંદિરના પ્રાંગણમાં સમૂહરાસ યોજાયો હતો. સંચાલન અલ્પાબેન વિછી તથા વર્ષાબેન મચ્છર, આભારવિધિ રાજ સોનેજીએ કરી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer