સામૂહિક જપ સાધના અંતર્ગત નવકાર મંત્રનો મહિમા સમજાવાયો

સામૂહિક જપ સાધના અંતર્ગત  નવકાર મંત્રનો મહિમા સમજાવાયો
માંડવી, તા. 15 : લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભાવચન્દ્રજી સ્વામીના આજ્ઞાનુવર્તી કીર્તિપ્રભાબાઈ મ., કવિતાબાઈ મ., ખુશ્બૂકુમારી મ., જૈમિનીકુમારી મ., દીક્ષાકુમારી આદિઠાણાઓની નિશ્રામાં નવકારમંત્રનો મહાયજ્ઞ પાંચે ગચ્છના શ્રાવક-શ્રાવિકાના સહયોગથી સંપન્ન થયો હતો. જપ સાધના મંગલાચરણમાં કવિતાબાઈ મ.એ નવકારમંત્રનો મહિમા સમજાવ્યો હતો. ટ્રસ્ટી પુનિતભાઈ ભાછાએ જપ સાધનાનો લાભ લેનાર પ્રભાવના તથા ગૌતમપ્રસાદના દાતા પરિવાર હ. રિદ્ધિબેન શાહનો આભાર વ્યક્ત કર્યો હતો. જપ સાધના દરમ્યાન જૈનેશ પટવા, પ્રિયા સંઘવી, મનન મહેતા, સોનલબેન શાહ, સોહમ ગાંધી વિ. એ અલગ અલગ પાત્રો ભજવી સંઘને ભાવવિભોર કર્યો હતો. આ પ્રસંગે કચ્છ આઠ કોટિ મોટી પક્ષના સુનંદાબાઈ મ.ના શિષ્યા નિપુર્ણાબાઈ મ. ઉપસ્થિત રહ્યા હતા. સમૂહમાં પ્રથમ વખત જ આ નવકાર મહામંત્રનો યજ્ઞ સંઘમાં યોજાયો તેનો યશ દાતા પરિવાર તથા સંઘના પ્રમુખ બાબુભાઈ આદિ ટ્રસ્ટીગણ તથા પાંચે ગચ્છના ભાઈઓ અને બહેનોને આપ્યો હતો. આ પ્રસંગે નવકાર મહામંત્રના લાખો જાપથી ાિuચાર્જ થયેલી માળાનો ચડાવો જેનો લાભ એડ. ઉદયભાઈ રવિલાલ શાહે બાર લાખ જાપ કરવાના ચડાવા સાથે લીધો. દસ જેટલા આરાધકોને લક્કી ડ્રો દ્વારા ઈનામોથી નવાજાયા હતા. જયેશ જી. શાહે; આભારવિધિ કરી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer