માધાપરના વાગડ બે ચોવીસી જૈન સમાજ દ્વારા સાતમી વડીલયાત્રા યોજાઈ

માધાપરના વાગડ બે ચોવીસી જૈન  સમાજ દ્વારા સાતમી વડીલયાત્રા યોજાઈ
માધાપર (તા. ભુજ), તા. 15 : અહીંના વાગડ બે ચોવીસી સમાજ દ્વારા મણિલક્ષ્મી તીર્થ આણંદમાં સાતમી વડીલ યાત્રા યોજાઈ હતી. વડીલોની ઈચ્છાઓને પરિપૂર્ણ કરવા સમાજ દ્વારા માતા મંછીબેન સ્વરૂપચંદ ભાભેરા પરિવારના સહયોગથી મુનિ સુવ્રત દાદાના તદ્દન નવા યુનિક સ્ટ્રકચર સાથે બંધાયેલા મણિલક્ષ્મી તીર્થમાં આયોજન કરાયું હતું. સમાજ પ્રમુખ સુરેશ મહેતાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. પ્રભાબેન ભાભેરા, સુશીલા મહેતા, માલતી ભાભેરા,વસંતલાલ ભાભેરા, અરવિંદભાઈ મહેતાએ સમાજ દ્વારા થતા આવા કાર્યક્રમોની સરાહના કરી હતી. સુરેશભાઈએ જણાવ્યું કે વડીલોને બાળકોની જેમ પ્રેમ-હૂંફની જરૂરત હોય છે, આવી વડીલ યાત્રા કરાવવી એ સમાજની ફરજ છે. આયોજનમાં કમલેશ કોરડીઆ, કાંતિભાઈ ખંડોર, ભરત ખંડોર, ભૂપેન્દ્ર બાબરીઆ, નીતિન મહેતા, સંકેત મહેતા, ઋષભ કોરડીઆ વિ.એ સહયોગ આપ્યો હતો. સંચાલન અને આભારવિધિ મંત્રી મહેશ ખંડોરે કર્યા હતા.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer