બીજા દોરમાં કચ્છ વિકાસની હરણફાળ ભરશે

બીજા દોરમાં કચ્છ વિકાસની હરણફાળ ભરશે
ભુજ, તા. 13 : વાયબ્રન્ટ ગુજરાત-2019ના ઉપલક્ષ્યમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (ફોકિયા) દ્વારા આજે ગુજરાત વિઝન બિગ 2020ના સંદર્ભે બીજા દોરમાં કચ્છ વિકાસની હરણફાળ ભરશે તેવી આશા સાથે સેમિનાર યોજાયો હતો. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ યુવાનોની ઉદ્યમશીલ કુશળતા વધારવા અને નોકરી શોધનારાઓને બદલે નોકરીસર્જકો બનાવવા માટે સક્ષમ કરવાનો હતો. ગાંધીનગરથી આવેલા નાયબ ઉદ્યોગ કમિશનર ધર્મેશ આર. પરમારે પાણીના વપરાશ અને બચાવ, સંશોધન, યોજનાઓ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓ ઉપર માર્ગદર્શન આપ્યું હતું. ઝાયડસ ગ્રુપ અને જુબિલેન્ટ ભારતીય ગ્રુપના વ્યૂહાત્મક કોર્પોરેટ સલાહકાર સુનીલ આર. પારેખે `સ્ટાર્ટઅપ ઈન્ડિયા' અને મેઈક ઈન ઈન્ડિયા સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું. ગાંધીનગરથી આવેલા જોઈન્ટ ઉદ્યોગ કમિશનર આર. ચાવડાએ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને આઈએફ પોર્ટલ વિશે જણાવ્યું હતું. ગાંધીનગરથી આવેલા નાયબ ઉદ્યોગ કમિશનર ધર્મેશ આર. પરમારે પાણીના વપરાશ અને બચાવ સંશોધન યોજના અને કેન્દ્રનું માર્ગદર્શન આપ્યું હતું. ભારતીય સ્ટેટ બેંક અને દેના ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા સાહસિકો, ઉદ્યોગકારોને નાણાકીય સહાય વિશે જાણકારી અપાઈ હતી. એપ્રેન્ટિસ એક્ટમાં તાજેતરના સુધારા જગદીશ બારોટ, એપ્રેન્ટિસશિપ સલાહકાર, આઈ.ટી.આઈ.-ભુજ દ્વારા સમજાવવામાં આવ્યા હતા. કચ્છ તથા કચ્છ બહારના આશરે 55થી વધુ ઉદ્યોગમાંથી આશરે 120થી વધુ લોકોએ ભાગ લીધો હતો. જેમાં વિવિધ મોટા ઉદ્યોગોના મેનેજિંગ ડિરેક્ટર, ડિરેક્ટર, વાઈસ પ્રેસિડેન્ટ્સ, માઈક્રો, સ્મોલ અને મીડિયમ સ્કેલ એન્ટ્રપ્રિન્યર્સ, એમએસએમઈ નિષ્ણાતો, એમએસએમઈ એસોસિએશનનો, રોકાણકારો, પોલિસી મેકર, કન્સ્લટન્ટ્સ, માર્કેટિંગ પ્રોફેશનલ્સ, વિદ્યાર્થીઓ અને અન્ય રસ ધરાવતી વ્યક્તિઓ સામેલ થઈ હતી. વક્તાઓનું ફોકિયાના એમ.ડી. નિમિષ ફડકેએ સ્મૃતિચિહ્ન આપી સન્માન કર્યું હતું. વેલસ્પન ગ્રુપના સિનિયર જી.એમ. ગિરીશ માથુરે સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે આભારવિધિ ડી.આઈ.સી.ના જનરલ મેનેજર જયકુમાર શાહે કરી હતી. સંચાલન રૂબી શુકલાએ કર્યું હતું. રાધિકા ઠક્કર, એમ.યુ. સુમરા, જિગર મકવાણા, જયાબેન, અંજલિબેન, સાવિત્રી હડિયા તથા ભરત બારોટે વ્યવસ્થા સંભાળી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer