અન્નનો બગાડ નહીં કરવા લોહાણા જ્ઞાતિના શપથ

અન્નનો બગાડ નહીં કરવા લોહાણા જ્ઞાતિના શપથ
રાપર, તા. 15 : અહીંના લોહાણા મહાજનની પ્રેરણાથી અને યુવક મંડળનાં આયોજન હેઠળ જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનવા માટે સરસ્વતી સન્માન સમારંભ મહાજનના પ્રમુખ રસિકલાલ આદુઆણીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં 80 વિદ્યાર્થીઓ, ચાર વિશિષ્ટ ડિગ્રીપ્રાપ્ત વિદ્યાર્થીઓ જેમાં ડો. ઋગ્વેદ મુકેશભાઇ ઠક્કર, ડો. તીર્થ નીતિનભાઇ ઠક્કર, ચિરાગ લાલજીભાઇ ઠક્કર અને જય રમેશભાઇ?ભીંડે તથા પાંચ રાજકીય-સામાજિક ઉચ્ચ પદો પ્રાપ્ત કરીને જ્ઞાતિગૌરવ પ્રાપ્ત કર્યા છે તે પૈકી મુકેશભાઇ ઠક્કર (ચેમ્બર્સ ઓફ કોમર્સ-રાપર પ્રમુખ), બળવંતભાઇ ઠક્કર (શાસક પક્ષ નેતા-ન.પા.), પ્રવીણભાઇ ઠક્કર (કાઉન્સિલર-ન.પા.), દિનેશભાઇ ચંદે (કાઉન્સિલર-ન.પા.) તથા લાલજીભાઇ ઠક્કર (ડાયરેક્ટર-એ.પી.એમ.સી.)નું સન્માન જ્ઞાતિપ્રમુખ તથા આગેવાનોના હસ્તે કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં સ્વાગત જલારામ રઘુવંશી લોહાણા કન્યા છાત્રાલયની બાળાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટય સંત ત્રિકાલદાસજી મહારાજ (દરિયાસ્થાન મંદિર-રાપર)ના હસ્તે કરવામાં આવ્યું હતું. સ્વાગત-પ્રવચન યુવક મંડળના પ્રમુખ પ્રફુલ્લભાઇ ચંદેએ કર્યું હતું. અતિથિવિશેષ તરીકે ભોગીલાલ મજીઠિયા, નીલેશભાઇ ઠક્કર, લાલજીભાઇ ઠક્કર, ધીરજલાલ સચદે, મહેન્દ્રભાઇ ઠક્કર, પ્રવીણભાઇ પૂજારા ઉપસ્થિત રહ્યા હતા. પ્રાસંગિક પ્રવચન હસમુખભાઇ રૈયાએ કર્યું હતું. મુકુંદભાઇએ ચાલુ વર્ષથી સરસ્વતી સન્માન સમારંભમાં એક શપથ લેવાનું સૂચન કર્યું હતું, જેમાં આજથી દરેક જ્ઞાતિજનો `અન્ન'નો બગાડ નહીં કરીએ એવા શપથ સંત ત્રિકાલદાસજી બાપુના હસ્તે લેવડાવ્યા હતા. આશીર્વચન આપતાં ત્રિકાલદાસજીએ જણાવ્યું હતું કે, સરસ્વતી દેવીની કૃપા હંમેશાં લોહાણા જ્ઞાતિ પર રહી છે તેમ જણાવી જીવનમાં માતૃભાષાનું મહત્ત્વ સમજાવ્યું હતું. આજે રાપર જેવા છેવાડાના વિસ્તારમાં સરકારી શાળામાં અભ્યાસ કરીને ડોક્ટરો, સી.એ. તથા એન્જિનીયર્સ બનેલા આ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રતાપભાઇ મીરાણી, તુલસીભાઇ ચંદે, દિલીપભાઇ મીરાણી, ભરતભાઇ રાજદે, વિપુલભાઇ રાજદે, ડાહ્યાલાલ ચંદન, જયેશ?મજીઠિયા, વસંતભાઇ આદુઆણી, હરિલાલ રામાણી વિ. ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વ્યવસ્થા અને આયોજન યુવક મંડળના પ્રમુખ પ્રફુલ્લભાઇ ચંદે, રાહુલ કારિયા, પારસ ઠક્કર, મેહુલ રૈયા, હરેશ મજીઠિયાએ સંભાળ્યા હતા.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer