ગાંધીધામ પાલિકામાં વગર મંજૂરીએ ખાલી પદો પર લેવાતી કામગીરી ગેરકાનૂની

ગાંધીધામ, તા. 15 : આ પંચરંગી શહેરમાં થોડા સમય પહેલાં યોજાયેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના એક કાર્યક્રમમાં કરાયેલા ખર્ચ અંગે એક જાગૃત નાગરિકે કરેલી ફરિયાદના પગલે આજે ગાંધીનગરથી અધિકારી તપાસમાં આવ્યા હતા. જે દરમ્યાન પાલિકાના બે ખાલી પદ ઉપર કર્મચારીની લેવાતી સેવા ગેરકાનૂની હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ભૂતકાળમાં આ પાલિકામાં મુખ્ય અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા વરિષ્ઠ અધિકારી તિલક શાત્રી આજે અહીં તપાસમાં આવ્યા હતા. તેમણે અરજદાર રવીન્દર સબરવાલની સુનાવણી પણ કરી હતી. અરજદારે મુખ્યમંત્રીના કાર્યક્રમનો ખર્ચ અનધિકૃત હોવાની તથા શહેરમાં ઘનકચરા નિકાલની વ્યવસ્થા સંભાળતી ખાનગી એજન્સીની પસંદગીમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરી હતી. સુનાવણી દરમ્યાન હકીકત સામે આવી હતી કે નગરપાલિકાઓમાં ચીફ ઓફિસર, એકાઉન્ટસ ઓફિસર તથા મ્યુનિસિપલ એન્જિનીયર એ ત્રણ પદ ઉપર અધિકારીની નિયુક્તિની સત્તા રાજ્યકક્ષાએ છે. અહીં ગાંધીધામ પાલિકામાં એકાઉન્ટન્ટ તથા એન્જિનીયરની જગ્યા લાંબા સમયથી ખાલી છે. આ પદ ઉપર અન્ય કર્મચારીઓથી કામ ચલાવાય છે. પરંતુ આવી કામગીરી કરવા માટે પણ રાજ્ય સરકારની મંજૂરી જરૂરી છે, જે આ બંને કિસ્સામાં લેવાઇ?નથી. ટૂંકમાં, લાંબા સમયથી આ બંને પદ ઉપર હંગામી રીતે સહી કરતા કર્મચારીઓની સહી ગેરકાનૂની છે તેવું પ્રકાશમાં આવ્યું હતું. દરમ્યાન, અરજદારે આ સુનાવણી સામે વાંધો લઇ?તપાસ અધિકારી બદલવા તથા સુનાવણીનું સીસી કેમેરા રેકોર્ડિંગ સાચવવાની માગણી પ્રાદેશિક નગરપાલિકા નિયામક સમક્ષ લેખિતમાં કરી છે

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer