નવધાભક્તિમાં પણ ભુજના અમુક નગરસેવકો કંપનીમાંથી ફંડ લાવ્યા

ભુજ, તા. 15 : નવધાભક્તિ કાર્યક્રમ હેઠળ પાટીદાર સમૂહે ઉપાડેલી સ્વચ્છતા ઝુંબેશ આવકાર પામી છે. શકય તેટલો પ્રયાસ કરવા આ જૂથે બેડું ઉઠાવ્યું છે ત્યારે અન્ય સમુદાયોએ પણ સામત્રાથી માતાના મઢ માર્ગની સફાઇમાં ભાગ લેવો જોઇએ તેવું લોકો કહી રહ્યા છે. એક અકેલા થક જાયેગા, મિલકર બોજ ઉઠાના... ઉક્તિને સાકાર કરવાનો સમય છે. હજુ પણ આ માર્ગે ઠેર ઠેર પ્લાસ્ટિકના ગ્લાસ, ડિશ, નાળિયેરની કાચલી, પ્લાસ્ટિક ઝબલાં સળંગ દેખાય છે. દેશલપરથી મઢ સુધી ઉતારાયેલી ટીમોએ મહેનત કરી હતી પરંતુ આ આવકાર્ય પ્રયાસમાં અન્યો પણ જોડાય તો આ અધૂરાશ સરળતાથી દૂર કરી શકાય એમ હોવાનું જાગૃત રાહદારીઓએ થયેલા કાર્યની સરાહના કરતાં ઉમેર્યું હતું. આવી જ ફરિયાદ પદ્ધર રોડ પરથી પણ આવી છે. અહીં તો સ્વયંસેવકોને મનાઇ કરાઇ હોવા છતાં બધો જ કચરો એક સાફ સ્વચ્છ વાડી પાસે સળગાવીને સૌ જતા રહ્યા અને રાત સુધી કચરો સળગતો રહ્યો. વાડીમાલિકોએ આગેવાનું ધ્યાન દોર્યું તો જાણે કંઇ જ બન્યું ન હતું ! આ માર્ગની એક મોટી કંપની પાસેથી ભુજના નગરસેવકો પૈકી કોઇએ આ સફાઇ ઝુંબેશ માટે ફંડ પણ લીધું હોવાની ચર્ચા છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer