ગાંધીધામ : પત્ની અને સાળીને સમન્સ આપવા કોર્ટનો હુકમ

ગાંધીધામ, તા. 15 : આદિપુરના એક રહેવાસીએ પોતાની પત્ની તથા સાળી વિરુદ્ધ બદનક્ષીનો દાવો કર્યો હતો. જેમાં અહીંની અદાલતને તથ્ય જણાતાં પત્ની તથા સાળીને સમન્સ પાઠવવાનો આાદેશ કર્યો હતો. આદિપુરના પરસોત્તમ થદાણીએ પોતાની પત્ની જ્યોતિ તથા સાળી બીના નીતિન શાહ વિરુદ્ધ કરેલી ફરિયાદમાં જણાવાયું હતું કે, તેમની પત્ની તથા સાળીએ તેમના ઉપર ખોટા આરોપ કર્યા હતા. પોતાની પુત્રીના ચારિત્ર્ય અંગે સાળીએ ખોટું સોગંદનામું કર્યું હતું અને ખોટી રીતે પોતાના નોકરીદાતા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ગોપાલપુરી શાખાને પક્ષકાર બનાવીને અરજદારની બદનક્ષી કરી હતી. અદાલતે તમામ આધાર-પુરાવા તપાસીને બદનક્ષી અંગેનો ગુનો રજિસ્ટર કર્યો હતો તથા બંને આરોપીનાં સમન્સ કાઢવા હુકમ કર્યો હતો. ફરિયાદી તરફે વકીલ આર.એન. કેશવાણીએ દલીલો કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer