મનોરંજનનાં માધ્યમ થકી સામાજિક પ્રવૃત્તિઓ માટે ફાળો એકત્ર કરવા આદિપુરમાં યોજાયો કાર્યક્રમ

મનોરંજનનાં માધ્યમ થકી સામાજિક પ્રવૃત્તિઓ  માટે ફાળો એકત્ર કરવા આદિપુરમાં યોજાયો કાર્યક્રમ
આદિપુર, તા. 11 :વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ માટે નાણાંભંડોળ એકત્ર કરવાના હેતુથી અહીંની રોટરી ક્લબ દ્વારા યોજિત કાર્યક્રમમાં ઉપસ્થિતોએ ભાગ લીધો હતો. ગાંધીધામના જાણીતા સંગીત કલાકાર લય અંતાણી અને સાથીદારોના સંગાથે પ્રભુદર્શન હોલ ખાતેના `મ્યુઝિકલ હાઉઝી' કાર્યક્રમમાં સોના-ચાંદીની જણસો સહિત 43 જેટલા નસીબવંતાઓને ઇનામો અપાયાં હતાં. રોટરી અધ્યક્ષા સીમા ક્રિપલાણીએ જણાવ્યું હતું કે, આજકાલ નાની-મોટી દરેક સામાજિક પ્રવૃત્તિમાં નાણાંની જરૂર પડે છે, ત્યારે વારંવાર દાન માટે જવા કરતાં મનોરંજનની સાથે ભંડોળ એકત્ર કરવાના અભિયાનમાં સૌ જોડાયા છે. આયોજનમાં મંત્રી દિલીપ મજીઠિયા, સભ્યો રીટા કેલા, ઇચ્છા મંગતાણી, હરદેવસિંહ જાડેજા, કમલ કરમચંદાણી, મેહુલ ભટ્ટ, પૂનમ વાધવાણી, મનીષા ઉદેશી, વૈશાલી રાઠોડ, અતુલ ગજ્જર, સની નાયર, કેતન ઝાલા તથા અન્યોએ સહયોગ આપ્યો હતો. ઇનામોનાં દાનમાં એન. કે. જ્વેલર્સ, રાધિકા જ્વેલર્સ, ભગવતી જ્વેલર્સ, ગો ફોર્થ, સોહમ ગ્રુપ, સાગા પ્લાય, સંદીપ શાહ, બીકા ઇન્સ્ટિ., અંશ બેકરી, શિવમ ઇલેક્ટ્રોનિક્સ વિ.એ યોગદાન આપ્યું હતું. અગ્રણીઓ. ડો. જી. જે. ખાનચંદાણી, રો. કલ્યાણી દંપતી, વિદ્યાબેન પારખ, વિજય હરિયાણી, પ્રિયા બોન્ડે, ડિમ્પલ આચાર્ય, પ્રદીપ જોશી, નુગા બેસ્ટના કનુભાઇ કોટક, સ્વાતિ શાહ, હેમકલા કોઠારી, અલ્કેશ મોદી, તરુણ સોલંકી તથા અન્યો ઉપસ્થિત રહ્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer