ભુજના નમો પદયાત્રી સેવા કેમ્પનો ત્રણ દિવસમાં હજારો લોકોએ લાભ લીધો

ભુજના નમો પદયાત્રી સેવા કેમ્પનો  ત્રણ દિવસમાં હજારો લોકોએ લાભ લીધો
ભુજ, તા. 10 : ભાવેશ લક્કી સેવા સ્મૃતિ ટ્રસ્ટ આયોજિત નમો પદયાત્રી સેવા કેમ્પની 12 વર્ષની સેવાભાવનાને બિરદાવવા સાથે કચ્છના મીડિયાના પત્રકારોને આદ્યશક્તિ એવોર્ડ આપવાનો ગઇકાલે સાંજે કાર્યક્રમ યોજાયો હતો, તેની સાથે ત્રિદિવસીય કેમ્પની પૂર્ણાહુતિ થઇ હતી. આ પ્રસંગે વિવિધ સમાજ આગેવાનો સાથે હિંદુ-મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિઓની હાજરી વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં કિશોરભાઇ પિંગોળ, એલ.વી. ફફલ, જોરૂભા રાઠોડ લાલજીભાઇ કટુઆ, ખેતશી માસ્તર, ગાંગજીભાઇ સુમાર, જયપ્રકાશ ગોર, પ્રબોધ મુનવર, સૈયદ અહેમદશા અલહુશેની, ભરતભાઇ સોની, સાવજસિંહ જાડેજા, સતીશભાઇ છાંગા, જોરૂભા રાઠોડ, વસંતભાઇ વાઘેલા, લતાબેન સોલંકી, ડો. રામ ગઢવી, ભરત રાણા, મનુભા જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, કિરણભાઇ ગણાત્રા, નવીનભાઇ લાલન, ઇબ્રાહીમ હાલેપોત્રા, સૈયદ મોઇનુદીન બાવા, જયેશભાઇ શાહ વિગેરે પ્રવચનમાં ભાવેશ લક્કી સેવા સ્મૃતિ ટ્રસ્ટના મોવડી અને પદયાત્રિક કેમ્પના આયોજક જયંતીભાઇ જે. ઠક્કર ડુમરાવાલાની સેવા ભાવનાને બિરદાવી હતી. તેમજ તેમની સેવાકીય પ્રવૃત્તિ બદલ તેમનું જાહેર સન્માન યોજવાનું સૂચન કરાયું હતું. આ પ્રસંગે જાણીતા ઉદ્યોગપતિ ચેતનભાઇ ભાનુશાલી ખાસ હાજર રહ્યા હતા. શ્યામભાઇ ગઢવીએ સંસ્થાનો પરિચય આપ્યો હતો. રાજુભાઇ પલણે સ્વાગત કર્યું હતું આ પ્રસંગે કરણી સેનાના પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, દેવજી મહેશ્વરી, વિનુદાન ગઢવી, નયન ડુડીયા, અર્પિત ઠક્કર, મહેશભાઇ ઠક્કર, હરેશભાઇ તન્નાએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે કચ્છમિત્ર વતી પ્રતિનિધિ નિમિષ વોરા સહિતના પ્રિન્ટ અને ઇલે. મીડિયાના પત્રકારોના સન્માન કરી આદ્ય શક્તિ એવોર્ડ એનાયત થયા હતા. જેમાં `વાવડ'ના રામભાઇ ઠક્કર, ઉપરાંત હરેશ સતાણી, સંજય ઉપાધ્યાય, જયમલસિંહ જાડેજા, ભાવિન વોરા, નયન અંતાણી, લીલાધરભાઇ ઠક્કરનો સમાવેશ થતો હતો. આભારદર્શન હાજી મહંમદ સિધિક જુણેજાએ કર્યું હતું. આ પ્રસંગે નમો ગ્રુપના મહેન્દ્ર શેઠ (ભામાશા) તરફથી 11000 જીન્સ, પગરખાં, શાલ, ખેસ દાન પેટે મળ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer