થાન જાગીરમાં નવરાત્રિ દરમ્યાન યોગી દ્વારા ખડગ તપશ્ચર્યાનો આરંભ

થાન જાગીરમાં નવરાત્રિ દરમ્યાન  યોગી દ્વારા ખડગ તપશ્ચર્યાનો આરંભ
મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 10 : નાથ પરંપરાના સ્થાનક થાન જાગીર ખાતે નવરાત્રિના નવ દિવસ દરમ્યાન મહંત યોગી સોમનાથજી ગુરુ હીરાનાથજી દ્વારા ખડગ પર એક આસને બેસી તપશ્ચર્યાનો આરંભ કરાયો હતો. છેલ્લા અગિયાર વર્ષથી યોજાતી આ તપશ્ચર્યાના આરંભે થાન સંસ્થાન સાધુ-સંતો, યોગી અગ્રણીઓ, ભાવિકોની મોટી સંખ્યાથી ઊભરાયું હતું. આ પ્રસંગે હોમહવન શોભાયાત્રા દ્વારા યોગી તપસ્વીના મંદિર પરિસરના દર્શન, વાજતે ગાજતે આશાપુરા માતાની જય, શિવગોરક્ષની જય, દાદા ધોરમનાથની જયનાં ભાવિકોના સૂત્રોચ્ચારથી નાથ પરંપરાનું સ્થાનક થાન જાગીર ભક્તિ ભાવથી ગાજી ઊઠયું હતું. યોગી સોમનાથજીના વરદ હસ્તે જવારારોપણથી વાડીની સ્થાપના કરવા બાદ જાડેજા મોકરશીના હસ્તે પરંપરા મુજબ ખડગ પર તપસ્વીને આસન ગ્રહણ કરાવ્યું હતું. આ પ્રસંગે આ વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની હાજરીમાં મોકરશી જાડેજા, વિજયરાજજી જાડેજા (નાની અરલ), પ્રવીણસિંહ જાડેજા, વિશાજી (બિબ્બર), ખાનજી કરશનજીએ તપસ્વીના અનુષ્ઠાન આરંભ કરાવ્યા હતા. બપોરે મહાપ્રસાદ યોજાયો હતો. સંતો હરિદાસજી (ભીમસર), યોગી પ્રદીપનાથ, જવાલાનાથ, કાલીનાથ, આકાશનાથ, પવિત્રનાથની ઉપસ્થિતિમાં આચાર્યો પ્રવીણ મારાજ (મોટા અંગિયા) ઉમેશ મારાજ (વિથોણ), નારાણ મહારાજ (પાલનપુર), દીપક મારાજ (અંગિયા)એ હોમ હવન, પાટકોરીની વિધિ સંપન્ન કરાવી હતી. ખડગ અનુષ્ઠાન મહોત્સવના સહયોગી શંકરભાઇ પટેલ (દેવીસર), સુરૂભા સોઢા (ચન્દ્રનગર), મોહનભાઇ છાભૈયા (દેવીસર), મહેન્દ્રસિંહ સોઢા (સરપંચ), મહિપતસિંહ સોઢા (નખત્રાણા), રવાભાઇ આહીર, ભીમસિંહ સોઢા, ઘનશ્યામસિંહ સોઢા, લખમશીબાપા પટેલ (રતામિયા), ભાણજીભાઇ રૂડાણી, રતિલાલ મામા સહિત ગોધિયાર મોટી-નાની, વંગ, ડાડોર, ચન્દ્રગર, બિબ્બર, ખારડિયા, દેવીસર, વિરાણી, અરલ, હીરાપર ગામોના મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer