શ્યામદાસજી જેવી સાધુતા-સરળતા આજે દુર્લભ

શ્યામદાસજી જેવી સાધુતા-સરળતા આજે દુર્લભ
ભુજ, તા. 10 : બ્રહ્મલીન મહંત 108 શ્યામદાસજીનો 24મો નિર્વાણતિથિ મહોત્સવ ભુજના કબીર મંદિર ખાતે ઉજવાયો હતો. પ્રારંભે સંતો-મહંતોના સ્વાગત અને દીપ પ્રાગટય બાદ સંધ્યા આરતી તથા રાત્રે સંતવાણીમાં અખંડાનંદ આશ્રમ પખૈયા-નખત્રાણાથી  યોગીરાજ, ભક્તિદેવી, પદમપુર-માંડવીના સરિતા દીદી, વોંધના બલદેવદાસ માતાજી, અંજારના રામગિરિજી તથા માતાજી રમાદેવી અને ભજનિકો અરવિંદ ઠક્કર, ઇસ્માઇલ મીર વિ. કલાકારોએ ભજનોની રમઝટ બોલાવી હતી. બીજા દિવસે સવારે સમાધિપૂજન બાદ મંદિરે સત્સંગ સભામાં પૂર્વ સાંસદ પુષ્પદાનભાઇ ગઢવીએ શ્યામદાસજી જેવી સાધુતા અને સરળતા આજના સમયમાં દુર્લભ જણાય છે એવું કહી શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે મહામંડલેશ્વર રાજેન્દ્રદાસજી મહારાજ, જયંતીદાસજી, વાસુદેવદાસજી, નારાયણદાસજી, રામજી દાદા, ભગવાન દાદા, માતાજી દેવુબા, દેવલમા, દિલીપરાજા, જગજીવનદાસજી, અનિલદાસજી, શ્યામભારતીજી, વેલજીદાદા, પ્રદીપ્તાનંદજી, સુરેશદાસજી, ભરતદાસજી (વાંઢાય), મહેશ ભટ્ટ, ચેતનભાઇ ઠાકર, અરવિંદદાસજી, હરિહરાનંદજી, જગદીશદાસજી, સુરેશભાઇ શાત્રી, પ્રેમદાસજી, રાજુભાઇ જોષી (ભગવતીધામ-ભુજ) વિ. સત્સંગનો લાભ આપ્યો હતો. સંસ્થા દ્વારા ચાલતી વૈદકીય અને શૈક્ષણિક સેવાઓમાં વરસોથી નિ:શુલ્ક સેવા આપતા ડો. જનકબેન મહેતા, ડો. મોરલીભાઇ ઠક્કર, ડો. રુચિતાબેન સોમૈયા, ડો. સાલેહાબેન ખત્રી, ડો. મયૂરભાઇ ઠક્કર, ડો. જૂલીબેન ઉદેચા, નિશાબેન વૈદ્ય, દિનેશભાઇ મહેતા, ગીતાબેન પોમલ, હોમિયોપેથી દવાના કાયમી દાતા પર્લ હોમિયો સ્ટોર્સના તુલસીભાઇ, શર્મિષ્ઠાબેન પટેલ, અમૃતભાઇ પટેલ, કુ. અંજલિબેન બીજલાણી અને કમળાબેન ઠક્કરનું બહુમાન કરાયું હતું. મહોત્સવના મુખ્ય યજમાન ભાનુબેન તથા અંબાદાનભાઇ ગઢવી રહ્યા હતા. મંદિરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, કિશોર મહારાજ, મુકુલ મારાજ, નાના મહંત મૌલિકદાસે વ્યવસ્થા સંભાળી હતી. સંચાલન-આભારવિધિ મંદિરના મહંત કિશોરદાસજીએ કર્યા હતા. મુખ્ય યજમાન દંપતીના હસ્તે શ્યામદાસજીની માનમૂર્તિની આરતી કરાઇ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer