યુથ ઓલિમ્પિકમાં સૌરભનું ગોલ્ડ પર નિશાન

યુથ ઓલિમ્પિકમાં સૌરભનું  ગોલ્ડ પર નિશાન
બ્યૂનસ આયર્સ, તા. 10 : યૂથ ઓલિમ્પિકમાં ભારતના સ્ટાર યૂવા નિશાનેબાજ સૌરભ ચૌધરીએ 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 16 વર્ષીય સૌરભ ચૌધરીના 244.2 પોઇન્ટ રહ્યા હતા. આથી તે પહેલા નંબર પર રહયો હતો. દ. કોરિયાનો શૂટર સુંગ યુન્હો (236.7) રજત ચંદ્રકનો હકદાર બન્યો હતો. સ્વિત્ઝરલેન્ડના સોલારી જૈસન 21પ.6 પોઇન્ટ સાથે કાંસ્ય ચંદ્રક જીતવામાં સફળ રહ્યો હતો. સૌરભ ચૌધરી પહેલા ગઇકાલે મનુ ભાકરે શૂટીંગમાં ગોલ્ડ જીત્યો હતો. યૂથ ઓલિમ્પિકમાં ભારતીય નિશાનેબાજી ટીમનું અત્યાર સુધીનું આ શ્રેષ્ઠ પ્રદર્શન છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer