પ્રથમ ટેસ્ટમાં પાકિ. સામે ઓસ્ટ્રેલિયા હાર ભણી

દુબઇ, તા. 10 : ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાન જીતથી 7 વિકેટ દૂર છે. પ્રથમ ટેસ્ટ પર પાકિસ્તાને વર્ચસ્વ જમાવ્યું છે. આવતીકાલે મેચના આખરી દિવસે ઓસ્ટ્રેલિયા હાર ખાળી શકવાની સ્થિતિમાં નથી. 462 રનનાં વિજય લક્ષ્યાંક સામે આજે મેચના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાએ તેના બીજા દાવમાં 136 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી છે. તે હજુ 326 રન પાછળ છે અને 7 વિકેટ હાથમાં છે. આવતીકાલે મેચના પાંચમા દિવસે પાકિ.ને જીતની પૂરી તક રહેશે. આજે પાકિસ્તાને તેનો બીજો દાવ છ વિકેટે 181 રને ડિક્લેર કર્યો હતો. ઇમામ ઉલ હકે 48 અને અશદ શરીફે 41 રન કર્યા હતા. ઓસી તરફથી હોલેન્ડે 3 અને લિયોને બે વિકેટ લીધી હતી. પાકિ.ને પ્રથમ દાવમાં 280 રનની સરસાઇ મળી હતી. આથી ઓસ્ટ્રેલિયાને જીત માટે 462 રનનું લક્ષ્ય મળ્યું હતું. પ્રથમ દાવની જેમ બીજા દાવમાં પણ ઓસ્ટ્રેલિયાએ મક્કમ પ્રારંભ કરીને પ્રથમ વિકેટમાં રનની ભાગીદારી કરી હતી. ફિંચ 49 રને આઉટ થયો હતો; જ્યારે ઉસ્માન ખ્વાઝા 50 રને અણનમ રહ્યો હતો. શૌન માર્શ અને મિચેલ માર્શ બંને ઝીરોમાં આઉટ થયા હતા; જ્યારે ટિમ હેડ 34 રને રમતમાં હતો. પાકિ. તરફથી ઝડપી બોલર મોહમ્મદ અબ્બાસે 3 વિકેટ લીધી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer