કોઠારામાં પશુધનને બચાવવા પાંચ લાખ એકત્ર

કોઠારામાં પશુધનને બચાવવા પાંચ લાખ એકત્ર
મુંબઇ,તા. 10 : કોઠારા જૈન મિત્ર મંડળ મુંબઇ દ્વારા 39મો સામૂહિક ક્ષમાપના, સ્નેહમિલન, સ્વામિવાત્સલ્ય, તપસ્વીઓનું બહુમાન, શૈક્ષણિક સન્માન કાર્યક્રમ જૈનમ ભાડુંપ ખાતે યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને પ્રવીણભાઇ ધરમશીં જ્યારે હીરાચંદભાઇ દંડ તેમજ મયંક ધુલ્લા, અનીતા ધરમશીં તથા અનીલ મોતા રહ્યા હતા.  પ્રારંભે તારકગુણાશ્રીજી મ.સા.એ માંગલિક શ્રવણ કરાવતાં મૈત્રી અને સંગઠનનો સંદેશો આપ્યો હતો. લક્ષ્મીબેન વિકમશીએ સ્વાગત કર્યું હતું. મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. તપસ્વીઓના તપની અનુમોદના કરી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટી સ્વ. દેવજીભાઇ પાલાણીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કોઠારા જૈન મિત્ર મંડળના પ્રમુખ હેમંતભાઇ અજાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. મંડળની પ્રવૃત્તિઓની માહિતી આપી સ્નેહમિલનને પ્રેમ, લાગણી, સદ્ભાવનાનો મેળો ગણાવ્યો હતો. મહાજનના પ્રમુખ નલિનભાઇ અજાણીએ મહાજન સંચાલિત સંસ્થાઓની માહિતી આપી હતી અને કચ્છમાં દુષ્કાળની સ્થિતિ હોઇ પાંજરાપોળ સંસ્થાને મદદરૂપ બનવા અપીલ કરી હતી. આ પ્રસંગે જ્ઞાતિના 100 વર્ષ પૂર્ણ કરેલા તેમજ અનેક એવોર્ડ પ્રાપ્ત કરેલી કે.એન. અજાણી ફર્મના નલિનભાઇ કે. અજાણીનું સન્માનપત્ર અર્પણ કરી કોઠારા જૈન મિત્ર મંડળ દ્વારા કોઠારારત્ન એવોર્ડથી બહુમાન કરવામાં આવ્યું હતું. સી.એ.ની પરીક્ષામાં ઓલ ઇન્ડિયા લેવલે 45મો ક્રમાંક મેળવનાર જ્ઞાતિના તેજસ્વી તારલા મયંક રૂપેન ધુલ્લાનું વિશિષ્ટ બહુમાન કરી તેમની સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. અતિથિ તરુણભાઇ લોડાયાએ 39 વર્ષથી કરવામાં આવતા આયોજનને બિરદાવી આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.  અતિથિ હીરાચંદભાઇ દંડે જ્ઞાતિની વિવિધ સંસ્થાઓ અને અરિહંત બેંકની પ્રગતિની સમજ પૂરી પાડી હતી.  મહિલા મંડળનો અહેવાલ અનીતાબેન ધરમશીંએ રજૂ કર્યો હતો. કોઠારામાં પર્યુષણ મહાપર્વની ઉજવણીનો અહેવાલ દિનેશ અજાણીએ રજૂ કર્યો હતો. સમારંભ અધ્યક્ષ પ્રવીણભાઇએ જણાવ્યું હતું કે, પ્રવૃત્તિ ટકાવી રાખવી અઘરું કાર્ય છે. આજે 39 વર્ષથી થતું કાર્ય અનુમોદનીય છે.  ગામના વાર્ષિક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થી ભાઇ-બહેનોને પ્રોત્સાહન આપવા શૈક્ષણિક સન્માન કાર્યક્રમમાં તેજસ્વી તારલાઓને ઇનામોથી નવાજવામાં આવ્યાં હતાં. દાતાઓ દ્વારા કોઠારા પાંજરાપોળને રૂા. 5 લાખનું દાન જાહેર કરાયું હતું. સુશીલાબેન ચંદુલાલે પોતાના વિચારો રજૂ કર્યા હતા. જનકભાઇ દંડ, પ્રબોધ મુનવર, રજનીકાન્ત ઠક્કર, પંકજભાઇ પલણ, વલ્લભદાસ ઠક્કર, સોમચંદ લોડાયા, મણિલાલ નાગડા, પ્રવીણ ટી. લોડાયા, મણિલાલ શાહ, વીરચંદ ધરમશીં, માણેકજીભાઇ ભાટે, હીરાચંદ મૈશેરી, કેતન લોડાયા તથા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન કલ્પનાબેન ધરમશીં અને પ્રીત ધરમશીંએ જ્યારે આભારદર્શન કિરણ લોડાયાએ કર્યા હતા. વ્યવસ્થા રાયચંદ લોડાયા, લહેરચંદ લોડાયા, ઝવેરચંદ ધરમશીં, અનિલ મોતા, ચદ્રકાન્ત લોડાયા, ધીરજ દંડ, રતિલાલ નાગડા તથા સર્વે કાર્યકરોએ સંભાળી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer