ભુજમાં કારમાં લઇ જવાતો 37 હજારનો શરાબ ઝડપી પડાયો

ભુજમાં કારમાં લઇ જવાતો 37   હજારનો શરાબ ઝડપી પડાયો
ભુજ, તા. 10 : શહેરની ભાગોળે સુરલભિટ્ટ વિસ્તારમાં મારુતિ અલ્ટો કારમાં લઇ જવાતો રૂા. 37,100ની કિંમતનો ભારતીય બનાવટનો અંગ્રેજી પ્રકારનો શરાબ ઝડપી પડાયો હતો. કારનો ચાલક નાસી ગયો હતો; જ્યારે ડિલિવરી લેનારો પકડાઇ ગયો હતો. ભુજ શહેર બી. ડિવિઝન પોલીસે બાતમીના આધારે જી.જે. 12 સી.પી. 7130 નંબરની અલ્ટો કારને રોકીને તેની તલાશી લેતાં તેમાંથી આ કિસ્સામાં શરાબની 106 બાટલી મળી આવી હતી. કારનો ચાલક નાસી ગયો હતો; જ્યારે માલની ડિલિવરી લેનારા ભુજના સંજયનગરીમાં રહેતા રમજુ હારૂન ધોસાને પકડાયો હતો. પોલીસ સાધનોએ આ વિગતો આપતાં વધુમાં જણાવ્યું હતું કે, બંને આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હાથમાં ન આવેલો આરોપી પકડાયે કેસની વધુ વિગતો બહાર આવવાની સંભાવના પોલીસે વ્યક્ત કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ખાંટની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ પંકજ કુશવાહાની બાતમીના આધારે આ સમગ્ર કાર્યવાહી હાથ ધરાઇ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer