સુખપરની સગીરાના અપહરણ વિશે પોલીસ ફરિયાદ નોંધાઇ

ભુજ, તા. 10 : તાલુકાના સુખપર ગામની સગીર વયની કન્યાનું અપહરણ કરવાના મામલે નખત્રાણા તાલુકાના રવાપર ગામના અને હાલે સુખપર રહેતા વીરજી ભીમજી જોશી સામે ગુનો દાખલ કરાવાયો હતો. ભોગ બનનારી સગીર વયની કન્યાની માતાએ લખાવેલી આ ફરિયાદ મુજબ, ગત શનિવારની રાત્રિ દરમ્યાન તેમની પુત્રીનું આરોપી અપહરણ કરી ગયો હતો. માનકૂવા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer