માંડવીના સાગરકાંઠે સીમાદળ જવાનો દ્વારા શાત્ર સાથે શત્રનું પૂજન

માંડવીના સાગરકાંઠે સીમાદળ જવાનો  દ્વારા શાત્ર સાથે શત્રનું પૂજન
માંડવી, તા. 18 : શહેરના કાશી વિશ્વનાથ સાગર કિનારે આવેલા સરહદ સલામતી દળના કેમ્પમાં વિશ્વકર્મા જયંતી અવસરે શત્ર અને શાત્રનું પૂજન કરવામાં આવ્યું હતું. કેમ્પ પરિસરમાં આવેલા ધનેશ્વર મહાદેવના સાંનિધ્યમાં સુબેદાર પ્રભુ દેવા ઇરાગરે યજ્ઞનો ધર્મલાભ લીધો હતો. રમણીય દરિયાકાંઠો એક સમયે `તોરણ બીચ રિસોર્ટ'?થકી ધમધમતો રહ્યો એવા પ્રાકૃતિક માહોલમાં કાંઠાળ વિસ્તારની સીમાસુરક્ષા અર્થે એકાદ દાયકાથી બી.એસ.એફ. કેમ્પ કાર્યાન્વિત કરાયો છે. આ સ્થળે એકાદ વર્ષ અગાઉ?ધનેશ્વર મહાદેવનું દેવસ્થાન સાકાર કરાયું છે. વિશ્વકર્મા જયંતી પ્રસંગે સુબેદાર પ્રભુ દેવા ઇરાગરે શત્રપૂજન કરાવ્યું હતું. પૂજન, હવનાદિ યાજ્ઞિક કર્મ મહેશભાઇ જોશીએ કરાવ્યું હતું. તાલુકાના સર્કલ ઓફિસર હરપાલસિંહ પી. વાઘેલા, નગરપાલિકાની પા.પુ. સમિતિના પૂર્વ ચેરમેન પ્રેમજીભાઇ કેરાઇ, કિસાન અગ્રણી નારાણભાઇ પટેલ (કેરાઇ), શહેર ભાજપના મહામંત્રી રાજેશ કાનાણી, નગર સેવાસદનના ઓ. એસ. કાનજીભાઇ?શિરોખા ઉપરાંત ભૂપેન્દ્રભાઇ?સલાટ, હરેશગિરિ ગોસ્વામી વગેરેએ ધર્મલાભ લીધો હતો. આ કેમ્પમાં સૌ પ્રથમવાર શત્ર અને શાત્રનું પૂજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer