ધવનની સદી: હોંગકોંગ સામે ભારતના 7/28પ

દુબઇ તા. 18 : ઓપનર શિખર ધવનની આક્રમક સદી (127) છતાં ટીમ ઇન્ડિયા હોંગકોંગ જેવી નબળી ટીમ સામે પ0 ઓવરના અંતે 7 વિકેટે 28પ રનનો સામાન્ય સ્કોર જ કરી શકી હતી.  હોંગકોંગની સામાન્ય કક્ષાની બોલિંગ લાઇનઅપ સામે પણ ભારતીય ટીમની મધ્યક્રમની નબળાઇ બહાર આવી ગઇ હતી. જો કે શિખર ધવને તેની 14મી વન ડે સદી ફટકારીને ભારતને 28પ રનના સન્માનજનક સ્કોરે પહોંચાડયું હતું.  આ સિવાય અંબાતિ રાયડૂએ 60 રન કરીને ધવન સાથે બીજી વિકેટમાં 116 રનની ભાગીદારી કરી હતી. જયારે કાર્તિકે 33 રન કરીને ત્રીજી વિકેટમાં ધવન સાથે 79 રનની ભાગીદારી કરી હતી. સુકાની રોહિત શર્માએ 23 રન કર્યાં હતા. જયારે એમએસ ધોની ઝીરોમાં પાછો ફર્યો હતો. ભારતીય ટીમને આવતીકાલ બુધવારે પાકિસ્તાન સામે મોટો મેચ રમવાનો છે. એ પહેલાના આ મેચમાં ભારતીય ટીમ બેટિંગ મોરચે સારો દેખાવ કરી શકી ન હતી. માત્ર ધવન અને રાયડૂના બેટમાંથી જ રન નીકળ્યા હતા. હોંગકોંગ તરફથી કેડી શાહે 3 વિકેટ લીધી હતી.  સ્કોર બોર્ડ  ભારત : રોહિત કો. નિજાકત બો. ખાન-23, શિખર કો. તનબર બો. કેડી શાહ-127, રાયડુ કો. મેકની બો. નવાઝ-60, કાર્તિક કો. હયાત બો. કેડી શાહ-33, ધોની કો. સ્કોર બો. ખાન-0, કેદાર નોટ આઉટ-28, ભુવનેશ્વર, કો. હથ બો. કેડી  શાહ-9, શાર્દૂલ કો. ક્રિસ્ટોફર બો. એઝાઝ-0, કુલદીપ અણનમ-0, વધારાના-5, કુલ્લ-7 વિકેટ 285 રન.  વિકેટક્રમ : 45, 161, 240, 242, 248, 271, 282.  બોલિંગ : તનવીર : 4-0-34-0, નવાઝ : 8-0-50-1, એઝાઝ : 8-0-41-1, ખાન : 10-0-65-2, નદીમ : 10-0-39-0, નિજાકત : 1-0-15-0, કેડી શાહ : 9-0-39-0. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer