ઝારખંડની લાપતા બાળાનું પરિવારની સાથે પુન:મિલન

ભુજ, તા. 18 : પોતાના કુટુંબથી વિખુટી પડી ગયેલી ઝારખંડ રાજ્યની વતની એવી સગીર વયની બાળાનું જિલ્લા બાળ સુરક્ષા એકમ, બાળ કલ્યાણ સમિતિ અને કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના સંયુકત પ્રયાસોથી પરિવાર સાથે પુન: મિલન થયું હતું.  ભુજના રેલ્વે મથકે આવી પહોંચેલી આ બાળાને એકમ દ્વારા સમિતિના હુકમથી કેન્દ્રમાં આશરો અપાવાયો હતો. આ પછી તેના વાલીઓનો સંપર્ક ખોળી કઢાયો હતો અને પરિવારજનો આવી પહોંચતાં તેમને કબજો સોંપાયો હતો.સમિતિના ચેરપર્સન જયશ્રીબેન મકવાણા, સમાજ સુરક્ષા અધિકારી એ.પી. રોહડિયા, મુખ્ય અધિકારી એન.એસ. ચૌહાણ, બાળ સુરક્ષા અધિકારી પ્રવીણાસિંહ જાડેજા, સુરક્ષા અધિકારી પુનિતભાઇ નથવાણી, કેન્દ્રના ઇલાબેન અંજારિયા, અધીક્ષક ભૂમિબેન રાજાવાઢા વગેરે આ કાર્યવાહીમાં સહયોગી બન્યા હતા.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer