ગાગોદર નજીક કતલખાને લઇ જવાતા પશુ બચાવાયા

ગાંધીધામ, તા. 18 : રાપર તાલુકાના ગાગોદર અને પલાંસવા વચ્ચેના માર્ગ પર એક જીપમાંથી ત્રણ અબોલ જીવને મુકત કરાયા હતા, પરંતુ વાહનચાલક નાસી જવામાં સફળ રહ્યો હતો. ગાગોદર-પલાંસવા માર્ગ પરથી પસાર થતી મહેન્દ્રા પીકઅપ વાહન નંબર જી.જે. 12 બીટી-9201માંથી અબોલજીવોને મુકત કરાવાયા હતા. આ અબોલ જીવોને કતલ કરવાના ઇરાદે ત્રાસદાયક રીતે આ વાહનમાં ભરવામાં આવ્યા હતા. આ વાહનમાંથી બે ભેંસ અને એક પાડાને મુકત કરાવાયા હતા. નાસી જનાર વાહનચાલક વિરુદ્ધ પલાંસવાના સુરેશ બાબુ ચાવડા (રજપૂત)એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer