અંજારમાં ચોરાઉ બાઇક સાથે એક જણની ધરપકડ

ગાંધીધામ, તા. 18 : અંજારના યોગેશ્વર ચાર રસ્તા પાસેથી પોલીસે એક શખ્સની અટક કરી તેની પાસેથી ચોરાઉ બાઇક જપ્ત કર્યું હતું. અંજારના યોગેશ્વર ચાર રસ્તા પાસેથી પસાર થતા મૂળ ચાંદ્રોડાના ભરત બાબુ આહીર નામના શખ્સને પોલીસે રોકાવ્યો હતો. તેની પાસેના નંબર વગરના બાઇકના આધાર-પુરાવા મગાતાં આ શખ્સ વાહનના પુરાવા આપી શક્યો ન હતો. દરમ્યાન તેની પૂછપરછ કરાતાં પોતે દસેક દિવસ પહેલાં ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ પાસેથી આ બાઇકની ચોરી કરી હોવાની કેફિયત આપી હતી. તેની પાસેથી રૂા. 50,000નું આ વાહન જપ્ત કરી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer