સંચાર નિગમ ભુજ અને ગાંધીધામમાં અલગ-અલગ સ્થળે કેમેરા લગાવશે

સંચાર નિગમ ભુજ અને ગાંધીધામમાં  અલગ-અલગ સ્થળે કેમેરા લગાવશે
ભુજ, તા. 13 : કચ્છ જિલ્લા ટેલિફોન એડવાઇઝરી કમિટીની બેઠક ભુજમાં મળી હતી જેમાં બી.એસ.એન.એલ. જનરલ મેનેજર સંજીવ સિંઘવી તથા અધિકારીઓ, કમિટી સદસ્ય ધર્મેન્દ્ર કચ્છી, શામજીભાઇ વાણિયા, રાજેશભાઇ પલણ ઉપસ્થિત રહી સેવાનો વ્યાપ વધારવા-સારી સેવાઓ ઉપલબ્ધ કરવા તથા આધુનિક યુગ પ્રમાણે ટેકનોલોજી વિકસાવવા ગ્રાહકોને પડતી અસુવિધાને દૂર કરવા વિસ્તૃત ચર્ચા કરી હતી. જી.એમ. શ્રી સિંઘવીએ નવા પ્લાન, નવી સેવા સેઇફ એન્ડ સિકયોરિટી માટે ભુજ શહેરમાં 19 અને ગાંધીધામમાં 45 સી.સી. કેમેરા લગાડવામાં આવશે અને તેનું મોનિટરિંગ પોલીસ વિભાગ કરશે. રાપર તાલુકામાં ગ્રાહકોને ટેલિફોન બિલ સમયસર મળતા નથી તેમજ રસલિયા, ઉખેડા ગામોમાં નવા ટાવર તથા ટોડિયા, વંગ ગામે નેટવર્ક સમસ્યા તથા ધાવડા ગામમાં એફ.ટી.ટી. એચ. સેવા શરૂ કરવા અંજાર તાલુકાના પ્રશ્નો નિરાકરણ સંદર્ભે સદસ્યો તરફથી રજૂઆત કરાઇ હતી. સકારાત્મક પ્રતિભાવ તથા સંચાર નિગમની સેવાને સારી બનાવવાના નવા ટાવરો ઊભા કરવા, નેટવર્ક વધારવાની ખાતરી જનરલ મેનેજર આપી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer