કેરાની એચ.જે.ડી. ઇન્સ્ટિટયૂટમાં એન.સી.સી. ફાયરિંગ રેન્જનું ઉદ્ઘાટન

કેરાની એચ.જે.ડી. ઇન્સ્ટિટયૂટમાં  એન.સી.સી. ફાયરિંગ રેન્જનું ઉદ્ઘાટન
કેરા (તા. ભુજ), તા. 13 : અહીંની એચ.જે.ડી. ઇન્સ્ટિટયૂટ ઓફ?ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ખાતે એન.સી.સી. ફાયરિંગ રેન્જ તથા જોઇન ડિફેન્સ કોર્સિસ કોર્નરનું ઉદ્ઘાટન ગુજરાત એન.સી.સી.ના મેજર જનરલ રોય જોસેફ અને કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. સી. બી. જાડેજાએ કર્યું હતું. ગત વર્ષથી સિનિયર ડિવિઝનનો પ્રારંભ થયો છે. સરહદી કચ્છમાં ગત વર્ષનો પ્રારંભ થયેલો જેનો પ્રથમ વાર્ષિક તાલીમ કેમ્પ હાલમાં ચાલી રહ્યો છે જેમાં જિલ્લાની શાળા-કોલેજોના 403 કેડેટસ ભાગ લઇ રહ્યા છે. ચેરમેન જગદીશભાઇ હાલાઇની ઇન્ડિયન આર્મ્સ કોર્સિસ પ્રત્યેની વિશેષ લાગણી અને સન્માનને લઇને તેમના પ્રયત્નથી કેમ્પમાં ગત વર્ષે કોઇ સંસ્થામાં નથી તેવા ઓપ્સીટકલ કોર્સનો પ્રારંભ કરાયો હતો. ફાયરિંગ રેન્જ અને જોઇન ડિફેન્સ કોર્નરની સુવિધા અન્ય કોઇ સંસ્થામાં ઉપલબ્ધ નથી. વિશેષ?પ્રયત્ન કરી નિર્માણ કરેલી આ સુવિધા માટે એન.સી.સી.ના વડા અને કુલપતિએ ચેરમેન જગદીશભાઇને અભિનંદન આપ્યા હતા. આ કાર્યક્રમમાં જામનગર ગ્રુપના વડા કર્નલ કાસિદ, ભુજ આર્મી વિંગના વડા કર્નલ સુનીલ શર્મા, ભુજ નેવલ વિંગના વડા અને કેમ્પ કમાન્ડર લેફ્ટનન્ટ કમાન્ડર શ્રીજીથ શશીધરન, અમદાવાદથી કર્નલ શ્રીનિવાસ, નેવલ વિંગ ગાંધીધામ વડા લેફટનન્ટ કમાન્ડર ગુલાટી ઉપસ્થિત રહ્યા હતા. વિશેષમાં કેમ્પ માટે અત્યાધુનિક સુવિધાઓ નિ:શુલ્ક પૂરી પાડવા માટે વડાએ સંસ્થાનો આભાર માન્યો હતો. સંસ્થાના એડમિનિસ્ટ્રેટર હિરેન વ્યાસ, એડવાઇઝર કેપ્ટન જયદેવ જોશી, સંસ્થાના કો-ઓર્ડિનેટર રસીલા હીરાણી, પ્રિન્સિપાલ ડો. કલ્પના માહેશ્વરી, બી.એસસી. કોલેજના પ્રિન્સિપાલ ડો. વિવેક ગુજરાતી, સ્કૂલ પ્રિન્સિપાલ દીપા નાયર, ઓફિસર દીપેશ પીંડોરિયાએ આયોજન સંભાળ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer