નખત્રાણા કોલેજમાં ખૂટતી કડીઓ પૂર્ણ કરવા શક્ય સહયોગની ખાતરી

નખત્રાણા કોલેજમાં ખૂટતી કડીઓ પૂર્ણ કરવા શક્ય સહયોગની ખાતરી
નખત્રાણા, તા. 13 : કચ્છ વિદ્યા પ્રતિષ્ઠાન સંચાલિત જી.એમ.ડી.સી. કોલેજ નખત્રાણા દ્વારા પાટીદાર વિદ્યાર્થી ભવન નખત્રાણા ખાતે સરસ્વતી સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રથમ વખત વાલીઓની નોંધપાત્ર?ઉપસ્થિતિ રહી હતી. કોલેજના સંચાલન અંગે વાલીઓને જાણકારી આપવાના ઉદ્દેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કોલેજને ગ્રાન્ટેબલ કરવાથી માંડી કોલેજ સંકુલમાં ખૂટતી સુવિધાઓ નિર્માણ કરવામાં સંપૂર્ણ સહયોગની ખાતરી  ઉચ્ચારી હતી. નખત્રાણા કોલેજના સુચારુ સંચાલન માટે તાજેતરમાં નિમાયેલા પ્રો. મોહનભાઇ પટેલે પોતે જવાબદારી સંભાળ્યા બાદ કોલેજ સંચાલનમાં થયેલા પરિવર્તન બાબતે વિગતવાર છણાવટ કરી આગામી બે વર્ષમાં આ કોલેજની સંખ્યા 1000 વિદ્યાર્થીઓને પાર કરી જશે તેવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે કચ્છ વિદ્યા પ્રતિષ્ઠાનના ચેરમેન મનસુખભાઇ?રૂડાણી, અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ અબજીભાઇ કાનાણી, ડો. શાંતિલાલ સેંઘાણી સહિતના ટ્રસ્ટીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને કોલેજમાં ખૂટતી કડીઓ પરિપૂર્ણ કરવા સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમે લોકોને જકડી રાખ્યા હતા. તેજસ્વી અને વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. પ્રારંભે કોલેજના આચાર્ય વિષ્ણુભાઇ ત્રિવેદીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer