મુખ્ય ન્યાયાધીશ પદે ગોગોઈની નિયુક્તિ

નવીદિલ્હી, તા. 13 : રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે અધિકૃત ધોરણે જસ્ટિસ રંજન ગોગોઈને દેશનાં આગામી પ્રમુખ ન્યાયધિશ (ચીફ જસ્ટિસ) નિયુક્ત કર્યા છે અને તેઓ ચીફ જસ્ટિસ દીપક મિશ્રાનાં અનુગામી તરીકેનો પદભાર 3 ઓક્ટોબરે સંભાળશે. ઉલ્લેખનીય છે કે દીપક મિશ્રાનો કાર્યકાળ 2 ઓક્ટોબરે સમાપ્ત થાય છે. જસ્ટિસ ગોગોઈ ઈશાન ભારતમાંથી આ પદ ઉપર બઢતી મેળવનાર પ્રથમ જજ બન્યા છે. નોંધનીય છે કે, ન્યાયાધીશ રંજન ગોગોઈ સુપ્રીમ કોર્ટના એ ચારેય ન્યાયાધીશોમાં સામેલ છે, જેમણે પહેલી વાર મુખ્ય ન્યાયાધીશની સામે આરોપ મૂક્યા હતા. ચારેય ન્યાયાધીશોએ ન માત્ર અનિયમિતતાને લઈને લખેલો પત્ર જારે કરી દીધો બલ્કી મુખ્ય ન્યાયાધીશ પર નિયમો પ્રત્યે આંખ આડા કાન કરવાનો અને કેસને ખંડપીઠ કે ન્યાયાધીશોને સોંપી દેવાનો આરોપ મૂક્યો હતો. આ ચાર જણાએ કહ્યું હતું કે, જો ન્યાય વ્યવસ્થાને ઠીકઠાક નહીં કરવામાં આવે તો લોકતંત્ર સુરક્ષિત નહીં રહે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer