સેનાએ કર્યો 8 આતંકીનો ખાતમો

શ્રીનગર, તા. 13 : જમ્મુ કાશ્મીરમાં સેનાએ આતંકવાદીઓ પર અલગ અલગ અથડામણોમાં જબ્બર કાર્યવાહી કરતાં એક જ દિવસમાં 8 આતંકવાદીઓને ઠાર કરી દીધા હતા. રાજ્યના રિયાસી જિલ્લાના કઠરિયાલ વિસ્તારમાં થયેલી અથડામણમાં સુરક્ષાદળોએ જૈશ એ મોહમ્મદ (જેઈએમ)ના ત્રણ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. જેમાં નગરોટના પોલીસ ઉપાધ્યક્ષ સહિત 12 સુરક્ષાકર્મી ઘાયલ થયા હતા. આ પહેલાં સુરક્ષાદળે સોપોરમાં થયેલી અથડામણમાં 2 અને અંકુશરેખા નજીકના કેરન ક્ષેત્રમાં પણ ત્રણ ત્રાસવાદીઓને ઠાર કર્યા હતા. સોપોરના વિસ્તારના બેપાકિસ્તાનીને મોતને ઘાટ ઉતારાયા હતા. જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર મારી દીધા છે. બીજી બાજુ બારામુલ્લા જિલ્લામાં ઇન્ટરનેટની સુવિધા રોકી દેવામાં આવી છે. સુરક્ષાદળોને બારામુલ્લાના સોપોર વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાના સંકેત મળ્યા હતા. આ પછી ગુરુવારે સવારે જ સુરક્ષા દળોએ  આ વિસ્તારની ઘેરાબંધી કરીને ગોળીબાર શરૂ કરી દીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે, માર્યા ગયેલા આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ સંગઠનના સભ્યો હતા. તેમણે જણાવ્યું કે, વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની ગુપ્તચર માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ સોપોરના આરજીપોરા વિસ્તારમાં ચિંકીપોરામાં ગુરુવારે સવારે નાકાબંધી કરી લીધી હતી અને તલાશ અભિયાન શરૂ કરી દીધું હતું. દરમ્યાન, જમ્મુથી હેવાલ મુજબ રેઇસી જિલ્લામાં આજે થયેલી અથડામણમાં જૈશે મોહમ્મદ સંગઠન સાથે જોડાયેલા ત્રણ ત્રાસવાદીઓ ઠાર મરાયા હતા, જ્યારે આઠ સુરક્ષા જવાનોને ઇજા પહોંચી હતી. આતંકવાદીઓએ પોલીસ કાફલા પર હુમલો કર્યો અને નાસી જવાની ઘટનાના બીજા જ દિવસે આ ઘટના બની હતી. સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, જિલ્લાના કાકરિયાલ વિસ્તારમાં એક ઘર નજીક શોધખોળ કાર્યવાહી દરમ્યાન આતંકવાદીઓ અને સીઆરપીએફ, પોલીસ અને લશ્કરના બનેલા સંયુક્ત સુરક્ષા દળ વચ્ચેની અથડામણ ફાટી નીકળી હતી. પોલીસના પ્રવક્તાએ માહિતી આપતાં કહ્યું છે કે ત્રાસવાદીઓની સાથે અથડામણ શરૂ કરતાં પહેલાં સામાન્ય નાગરિકોને સુરક્ષિત સ્થળો ઉપર લઈ જવામાં આવ્યા હતા. અથડામણના સ્થળે કેટલાક હથિયારો અને વિસ્ફોટક સામગ્રી પણ જપ્ત કરવામાં આવી હતી. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ કરી લેવામાં આવી છે જે પૈકી બે અલી ઉર્ફ અથર અને જિયાઉર રહેમાન તરીકે થઈ છે. અન્ય એક ત્રાસવાદીની ઓળખ થઈ શકી નથી. અલી જેઈએમના મુખ્ય કમાન્ડર પૈકીના એક તરીકે હતો અને તે ર014થી સક્રિય હતો. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer