કાલથી રણમાં ક્રિકેટની આંધી : યુએઇમાં એશિયા કપની ટક્કર

નવી દિલ્હી, તા. 13 : એશિયા કપ-2018નો રોમાંચ 1પ સપ્ટેમ્બરથી યુએઇમાં શરૂ થશે. જેમાં ભારત સહિત કુલ 6 ટીમો ભાગ લઇ રહી છે. એશિયા કપ જીતવા માટે આ વખતે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બંગલાદેશ, અફઘાનિસ્તાન અને હોંગકોંગની ટીમ વચ્ચે28 સપ્ટેમ્બર સુધી ટક્કર થશે. ભારત તેની પહેલી મેચ હોંગકોંગ સામે 19મીએ રમશે. જ્યારે પરંપરાગત હરીફ પાકિસ્તાન સામેનો ભારતનો હાઇપ્રોફાઇલ મુકાબલો 19મીએ બુધવારે દુબઇમાં રમાશે. છેલ્લે જ્યારે બાંગલાદેશ ખાતે એશિયા કપ રમાયો હતો ત્યારે ભારત ચેમ્પિયન બન્યું હતું. આ વખતે વિરાટ કોહલીને વિશ્રામ અપાયો છે. આથી ભારતીય ટીમનું સુકાન રોહિત શર્મા સંભાળશે. એશિયા કપમાં આ વખતે ભારતીય ટીમ એ ગ્રુપમાં છે અને તેની સાથે પાકિસ્તાન અને હોંગકોંગની ટીમ છે. બી ગ્રુપમાં અફઘાનિસ્તાન, શ્રીલંકા અને બાંગલાદેશ છે. દરેક ગ્રુપની બે ટીમ સુપર ફોરમાં પહોંચશે. તેમાંથી બે ટીમ ફાઇનલમાં પહોંચશે. 

એશિયા કપનો કાર્યક્રમ  1પ સપ્ટેમ્બર: બાંગલાદેશ વિ. શ્રીલંકા  16 સપ્ટેમ્બર: પાકિસ્તાન વિ. હોંગકોંગ  17 સપ્ટેમ્બર: શ્રીલંકા વિ. અફઘાનિસ્તાન  18 સપ્ટેમ્બર: ભારત વિ. હોંગકોંગ  19 સપ્ટેમ્બર: ભારત વિ. પાકિસ્તાન  20 સપ્ટેમ્બર: બંગલાદેશ વિ. અફઘાનિસ્તાન  સુપર ફોરના મેચ તા. 21, 23, 2પ અને 26મી રમાશે. જ્યારે 28મી સપ્ટેમ્બરે દુબઇમાં ફાઇનલ મેચ રમાશે. તમામ મેચ ડે-નાઇટ હશે અને ભારતીય સમય અનુસાર સાંજે પ-00 વાગ્યાથી શરૂ થશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer