જાપાન ઓપનમાંથી સિંધુ આઉટ : શ્રીકાંત ક્વાર્ટરમાં

ટોકિયો, તા.13 : ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુ જાપાન ઓપનમાં ઊલટફેરનો શિકાર બનીને બહાર થઇ ગઇ છે. એચ.એસ. પ્રણોયનો પણ પરાજય થયો છે. જ્યારે કિદાંબી શ્રીકાંતે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. મહિલા વિભાગમાં વિશ્વ નંબર 3 પીવી સિંધુને બીજા રાઉન્ડમાં ચીનની વિશ્વ નંબર 14 ગાઓ ફાંગ્જીએ પપ મિનિટમાં 21-18 અને 21-19થી હાર આપી હતી. આ પહેલા ચીન ઓપનમાં પણ ગયા વર્ષે ફાંગ્જીએ સિંધુને હાર આપી હતી. પુરુષ વિભાગમાં ભારતના એચએસ પ્રણોયને વર્લ્ડ નં. 10 ઇન્ડોનેશિયાના ખેલાડી એન્થોની ગિટિંગે 21-14 અને 21-17થી હાર આપી હતી. જ્યારે પુરુષ વિભાગના ભારતના ટોચના ખેલાડી કે. શ્રીકાંતે હોંગકોંગના ખેલાડી વોંગ વિંગ વિન્સેંટને 21-1પ અને 21-14થી હાર આપીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer