વર્લ્ડ કપ શૂટિંગમાં જુ.માં ભારતને વધુ બે ગોલ્ડ મેડલ

ચાંગવોન (દ. કોરિયા), તા.13: ઉદયવીર સિંહે જુનિયર પુરુષ 2પ મીટર પિસ્તોલ સ્પર્ધામાં વ્યક્તિગત રીતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ટીમ સ્પર્ધામાં ભારતને ગોલ્ડ મેડલ જીતાડવામાં મદદ કરી હતી. 16 વર્ષના ઉદયવીરસિંહે 2પ મીટર પિસ્તોલ સ્પર્ધામાં પ87નો સ્કોર કરીને ફાઇનલમાં પહેલું સ્થાન મેળવ્યું હતું. આથી તે સુવર્ણ ચંદ્રકનો હક્કદાર બન્યો હતો. અમેરિકાનો હેનરી લેવરેટ (પ84 પોઇન્ટ)ને સિલ્વર અને કોરિયાના લી જેઇકયૂન (પ82)ને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. ભારતનો વિજયવીર સિદ્ધુ (પ81) ચોથા સ્થાને રહ્યો હતો. આજ સ્પર્ધામાં ભારતીય જુનિયર પુરુષ ટીમને ગોલ્ડ મેડલ મળ્યો હતો. ભારતીય ટીમને 1736 પોઇન્ટ મળ્યા હતા અને પહેલા નંબર પર રહી હતી. બીજા નંબર પર ચીનની ટીમ 1730 પોઇન્ટ સાથે રહી હતી. કાંસ્ય ચંદ્રક કોરિયા (1721)ને મળ્યો હતો. શૂટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારત 9 ગોલ્ડ, 8 સિલ્વર અને 7 બોન્ઝ સાથે કુલ 24 મેડલ મેળવીને ચોથા સ્થાન પર છે. આ પ્રતિષ્ઠિન નિશાનેબાજીમાં ભારતનું અત્યાર સુધીનું આ શ્રેષ્ઠ પ્રદર્શન છે.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer